Site icon Revoi.in

ભારતની પ્રશંસનીય વેક્સીન ડિપ્લોમસી, હવે આ દેશોને ભારત વેક્સીન સપ્લાય કરશે

Social Share

નવી દિલ્હી: ભારતની વેક્સીન ડિપ્લોમસીની હવે સમગ્ર દુનિયા દિવાની બની ગઇ છે. જે રીતે ભારતે આ મહામારીના વિકટ સમયમાં બીજા દેશોને સાથ અને સહયોગ આપીને જે ધર્મ બતાવ્યો છે તેનાથી સંયુક્ત રાષ્ટ્ર પણ પ્રસન્ન છે. નવી દિલ્હી યુએન ચીફ પણ એ ચિંતાને દૂર કરવામાં લાગ્યા છે, જેમાં તમામ દેશોના સમાન રૂપથી વેક્સીન ઉપલબ્ધ કરાવવા પર જોર આપતા કહ્યું હતું કે, તેઓ માત્ર 15 દેશોમાં 70 ટકા વેક્સીનનો જ ઉપયોગ કરી રહ્યાં છે. ભારત હવે કેરેબિયન દેશોની મદદ કરવા તરફ આગળ વધ્યું છે.

ભારત હવે એવા દેશોમાં કોરોના વેક્સીન ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહ્યું છે, જે મહામારીના જંગમાં પાછળ છૂટી રહ્યા હતા. વિદેશ મંત્રાલય અનુસાર, લેટિન અમેરિકા, કેરેબિયન દેશો, આફ્રિકા ટાપુના કુલ 49 દેશોમાં વેક્સીન સપ્લાય કરવાની યોજના બનાવવામાં આવી છે. કહેવામાં આવે છે, આ વેક્સીન ગરીબ દેશોને મફતમાં આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વેક્સીન ડિપ્લોમસી અંતર્ગત ભારતે અત્યાર સુધી દુનિયામાં વેક્સીનના 22.9 મિલિયન રસી આપી છે, જમાંથી 64 લાખથી વધુ ગરીબ દેશોમાં ગિફ્ટ તરીકે વહેંચી છે.

અત્યારસુધી ભારત નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા વગેરે દેશોમાં પહેલાથી જ વેક્સીન ઉપલબ્ધ કરાવી ચૂક્યો છે. આ ઉપરાંત તેણે ડોમિનિયન રિપબ્લિકન કોરોનાના 30 હજાર ટીકા આપ્યા છે. આ રીતે ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ભારતે બાર્બાડોસને 10 હજાર ટીકા આપ્યા હતા. તો સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન માટે ભારતે બે લાખથી વધુ વેક્સીન આપવાનો વાયદો કર્યો છે. આ જ કારણોસર, સમગ્ર દુનિયા ભારતની વેક્સીન ડિપ્લોમસીની દિવાની બની ગઇ છે.

દુનિયાના અનેક દેશો ઉપરાંત આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ભારતની Vaccine Diplomacy ની ચર્ચા થઈ રહી છે. વોલ સ્ટ્રીટ જનરલના પત્રકાર એરિક બેલમને પોતાની ટ્વીટમાં કહ્યું કે, વેક્સીન ડિપ્લોમસીની રેસમાં ભારતે સૌને ચોંકાવી દીધા છે. તેમજ વૈશ્વિક લીડર બનીને ઉભર્યું છે. તેમણે આગળ લખ્યું કે, ભારત પોતાના નાગરિકો માટે નક્કી કરવામાં આવેલ વેક્સીનની સંખ્યાની સરખામણીમાં ત્રણ ગણા વધુ ટીકા દુનિયાભરના દેશોને આપી રહ્યું છે.

(સંકેત)