Site icon Revoi.in

શિરડી દર્શન માટે હવે એડવાન્સ બૂકિંગ કરાવવા ટ્રસ્ટની દર્શનાર્થીઓને સૂચના

Social Share

શિરડી: કોરોના મહામારી વચ્ચે મંદિરમાં ભીડભાડ ના થાય તે હેતુસર હવે મહારાષ્ટ્રના અહમદનગર જીલ્લામાં શિરડી ખાતે આવેલા સાઇ બાબા મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોને એડવાન્સ બૂકિંગ કરાવીને જ શિરડી આવવા ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે. સાઇ બાબા મંદિર ખૂલ્લું મુકાયા બાદ ભક્તોની સંખ્યામાં ઉતરોઉતરો વધારો થઇ રહ્યો છે. આ સંદર્ભમાં ભક્તોને એડવાન્સ બૂકિંગ કરાવી લેવા સૂચના આપવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે કોરોના મહામારી બાદ દેશવ્યાપી લોકડાઉન દરમિયાન મંદિર દર્શન માટે બંધ રાખવામાં આવ્યું હતું અને કોવિડ પૂર્વે અહીંયા રોજના 6 હજાર દર્શનાર્થી આવતા હતા અને હવે અનલોક બાદ દૈનિક ધોરણે અહીંયા 15 હજાર દર્શનાર્થીઓ આવે છે.

જો કે કોવિડ ગાઇડલાઇન્સને ધ્યાનમા રાખીને મંદિરમાં રોજના 12 હજાર શ્રદ્વાળુઓના દર્શનની જ વ્યવસ્થા કરી શકાય તેમ છે. આર્થી દર્શન પાસ ઓનલાઇન ઉપલબ્ધ કરાવાયા છે. તે મેળવીને જ શિરડી આવવાની વિનંતી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

નોધનીય છે કે કોવિડની મહામારીને ધ્યાનમાં રાખતા 10 વર્ષથી નીચેના બાળકો તથા 65 વર્ષથી વધુ વયના લોકોને હાલ દર્શને આવવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

(સંકેત)