Site icon Revoi.in

ઇસરોએ પ્રથમવાર 2 પ્રાઇવેટ ઉપગ્રહોનું ટેસ્ટિંગ કર્યું

Social Share

નવી દિલ્હી: ઇસરોએ પ્રથમવાર કોઇ પ્રાઇવેટ સેટેલાઇટનું ટેસ્ટિંગ કર્યું છે. ભારતીય સ્ટાર્ટઅપ્સ દ્વારા બે ઉપગ્રહો SpaceKidz India અને Pixxelનું ઇસરોના યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. પહેલા ઇસરો પ્રાઇવેટ કંપનીઓને માત્ર રોકેટ તેમજ ઉપગ્રહોના વિભિન્ન સ્પેર પાર્ટ્સના નિર્માણમાં જ મદદ કરતું હતું.

આપને જણાવી દઇએ કે ગત વર્ષે જૂન મહિનામાં પ્રાઇવેટ કંપનીઓ માટે ઇસરોના દ્વાર ખોલવામાં આવ્યા હતા. સરકારના આ નિર્ણય બાદ આ સંભવ બન્યું છે. એક સ્વતંત્ર ભારતીય રાષ્ટ્રીય અંતરીક્ષ સંવર્ધન અને પ્રાધિકરણ કેન્દ્રની સ્થાપના માત્ર પ્રાઇવેટ ક્ષેત્રની અંતરીક્ષ ગતિવિધિની દેખરેખ કરવા માટે જ નહીં પરંતુ ઇસરોની સુવિધાઓ માટે પણ કરવામાં આવી છે.

આ જાહેરાતના આઠ મહિના બાદ ઇસરો આ ઉપગ્રહોને આ મહિનાના અંતમાં નક્કી થયેલા PSLV મિશન અંતર્ગત લોન્ચ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ એવું પહેલું મિશન હશે કે જ્યાં ભારતીય ઉદ્યોગ દ્વારા ઉપગ્રહોને વ્યાવસાયિક રૂપે ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સ્પેસક્રિડજ ઇન્ડિયાના વિદ્યાર્થીઓ દ્વારા આ ઉપગ્રહોને ડિઝાઇન કરવામાં આવ્યા છે. જેને જાન્યુઆરી 2019માં એક પ્રયોગના રૂપમાં PSLVના ત્રીજા તબક્કામાં લોન્ચ કરવામાં આવશે.

(સંકેત)