Site icon Revoi.in

5G નેટવર્ક વિરુદ્વની જૂહી ચાવલાની અરજી કોર્ટે ફગાવી, 20 લાખનો ફટકાર્યો દંડ

Social Share

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલાએ 5G નેટવર્ક વિરુદ્વ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી જે અરજીને હવે દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધી છે અને સાથે જ કોર્ટે 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શુક્રવારે જસ્ટિસ જેઆર મિધાની પીઠે આ મામલામાં શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો છે.

કોર્ટે અરજી ફગાવતા કહ્યું હતું કે, અરજીકર્તાએ પૂરી કોર્ટ ફી જમા કરાવી નથી જે દોઢ લાખથી ઉપર છે. તેને એક સપ્તાહની અંદર આ રકમ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો. કોર્ટે કહ્યું કે, આ અરજી લીગલ એડવાઇઝ પર આધારિત હતી, જેમાં કોઇ તથ્ય રાખવામાં આવ્યા નથી. અરજીકર્તાએ પબ્લિસિટી માટે કોર્ટનો કિંમતી સમય બરબાદ કર્યો. આ વાત તેના પરથી સ્પષ્ટ થાય છે કે તેમણે કોર્ટની કાર્યવાહીની વીડિયો લિંક પોતાના ફેન્સ સાથે શેર કરી.

કોર્ટની કાર્યવાહીના દૂરુપયોગને લઇને જૂહી ચાવલા પર દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું હતું કે, અરજીકર્તાને ખુદ ખ્યાલ નથી કે તથ્યોને લઇને અરજી દાખલ કરવામાં આવી. આ સંપૂર્ણ રીતે કાયદાકીય સલાહ પર આધારિત હતી, જે પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી.

નોંધનીય છે કે, અભિનેત્રી જૂહી ચાવલાએ દેશમાં 5જી વાયરલેસ નેટવર્ક સ્થાપિત કરવા વિરુદ્ધ સોમવારે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને નાગરિકો, જાનવરો, વનસ્પતિઓ અને જીવો પર વિકિરણના પ્રભાવ સંબંધિત મુદ્દો ઉઠાવ્યો હતો.