Site icon Revoi.in

હાઉસિંગ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ચેન્નાઇ પ્રથમ ક્રમાંકે, દિલ્હી-NCR સૌથી પાછળ

Social Share

નવી દિલ્હી:  સમગ્ર દેશમાં ઘર ખરીદવા માંગતા લોકો માટે પ્રોજેક્ટમાં વિલંબ થવો એ સૌથી મોટી સમસ્યા બનીને ઉભરી છે. દિલ્હી NCR અને મુંબઇ મહાનગર ક્ષેત્રમાં આ સમસ્યા સૌથી વધુ પ્રવર્તિત છે. એક રિસર્ચ અનુસાર અન્ય શહેરોની સરખામણીએ આ શહેરોમાં પ્રોજેક્ટ પૂર્ણ થવાનો સમયગાળો સૌથી વધુ છે. ટોચના 7 શહેરો બેંગ્લોર, ચેન્નાઇ, પુણે, કોલકાત્તા, એનસીઆર, એમએમઆરમાં વર્ષ 2013 થી સપ્ટેમ્બર 2020 વચ્ચે આશરે 2.3 મિલિયન યુનિટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે જેમાંથી આશરે 34 ટકા એટલે કે 7.92 લાખ યુનિટ્સ અત્યારસુધી પૂર્ણ થઇ ચૂક્યા છે.

NCR અને MMRમાં પૂર્ણ પ્રોજેક્ટ્સની સંખ્યા ઓછી છે. કેમ કે વર્ષ 2013 બાદ આ શહેરોમાં શરૂ કરવામાં આવેલા 26 ટકા અને 28 ટકા યોજનાઓ જ હજુ સુધી પૂર્ણ થઇ ચૂકી છે. એક પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે 7 શહેરોમાં લેવામાં આવેલા સરેરાશ સમય 500થી ઓછા યુનિટ માટેના પ્રોજેક્ટ માટે 5.1 વર્ષ અને 500 થી વધુ યુનિટવાળા પ્રોજેક્ટ માટે 6.6 વર્ષ હતો.

બીજી તરફ દિલ્હી એનસીઆરમાં  100થી 500 યુનિટ વચ્ચેના હાઉસિંગ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો સરેરાશ સમય 6 વર્ષ અને 500થી વધુ હાઉસિંગ યુનિટ ધરાવતા પ્રોજેક્ટમાં 7 વર્ષનો હતો. આજે રીતે એમએમઆરમાં 500થી ઓછા હાઉસિંગ યુનિટ માટે સરેરાશ સમય 5.4 અને 500થી વધુ હાઉસિંગ યુનિટ માટે 6.5 વર્ષનો સમય લાગ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે હાઉસિંગ પ્રોજેક્ટ પૂર્ણ થવા મામલે ચેન્નાઇ ડેવલપર્સે સૌથી સારું પ્રદર્શન કર્યું છે. આંકડાઓ અનુસાર 500થી ઓછા અને 500થી વધુ યુનિટ ધરાવતા પ્રોજેક્ટ માટે અનુક્રમે 4.1 વર્ષ અને 5.5 વર્ષ લાગ્યા હતા.

(સંકેત)