Site icon Revoi.in

લિવ ઇન રિલેશનશીપની અરજી કોર્ટે ફગાવી, કહ્યું – લિવ ઇન રિલેશનશીપ નૈતિક અને સામાજીક રીતે અસ્વીકાર્ય

Social Share

નવી દિલ્હી: દેશમાં આજકાલ લિન ઇન રિલેશનશીપના અનેક કિસ્સાઓ જોવા મળે છે ત્યારે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં લિવ ઇન રિલેશનશીપને લઇને એક અરજી કરાઇ હતી. કોર્ટે આ અરજી ફગાવતા કહ્યું હતું કે લિવ ઇન રિલેશનશીપ નૈતિક અને સામાજીક રીતે સ્વીકાર્ય નથી. આ અરજી ભાગી ગયેલા યુગલ દ્વારા રક્ષણ મેળવવા માટે કરવામાં આવી હતી.

૧૯ વર્ષીય ગુલઝા કુમારી અને ૨૨ વર્ષીય ગુરવિંદર સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ સાથે જ રહે છે અને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે.  યુગલે અરજીમાં જણાવ્યું હતું કે, તેમને કુમારીના માતાપિતા તરફથી જાનનો ખતરો છે.

આ અરજીનો ચુકાદો આપતા ન્યાયમૂર્તિ એચ. એસ. મદને જણાવ્યું હતું કે, આ અરજી પરથી એવું લાગે છે કે અરજકર્તા પોતાના લિવ ઇન રિલેશનશીપને મંજૂર રાખવાની માંગ કરી રહ્યા છે. જે નૈતિક અને સામાજીક રીતે સ્વિકાર્ય નથી. લિવ ઇન રિલેશનશીપમાં રહેતા યુગલની સુરક્ષા કરવા માટે આદેશ જારી શકાય નહીં.

અરજકર્તાના વકીલ જે એસ ઠક્કરના જણાવ્યા અનુસાર સિંહ અને કુમારી તર્ન તરન જિલ્લામાં એક સાથે રહે છે. વકીલના જણાવ્યા અનુસાર કુમારીના માતાપિતા લુધિયાણામાં છે અને તેમને પોતાની દીકરીનું લિવ ઇન રિલેશનશીપ મંજૂર નથી.

વકીલના જણાવ્યા અનુસાર યુગલ એટલા માટે પરણી શકતા નથી કારણકે કુમારી પાસે ઉંમર સહિતના દસ્તાવેજો નથી અને આ દસ્તાવેજો તેના માતાપિતાના કબજામાં છે અને તેઓ તેને આ દસ્તાવેજો આપી રહ્યાં નથી.