Site icon Revoi.in

નવા વર્ષના પ્રથમ દિવસે જ ગૃહિણીઓને ફટકો, ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા

Social Share

નવી દિલ્હી: નવા વર્ષના પ્રથમ દિવસે જ ગૃહિણીને ઝટકો લાગ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા વર્ષના પહેલા દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. કંપનીઓએ ડિસેમ્બર મહિનામાં રાંધણ ગેસ એટલે કે એલપીજી સિલિન્ડરના ભાવમાં 2 વાર વધારો કરી 100 રૂપિયા ભાવ વધાર્યો હતો. ત્યારબાદ સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરનો ભાવ 644 રૂપિયાથી વધીને 694 રૂપિયા થઇ ગયો છે. જો કે, સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામ સિલિન્ડરના ભાવમાં કોઇ વધારો નહોતો કરવામાં આવ્યો.

આપને જણાવી દઇએ કે છેલ્લા 1 મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 91 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. નવેમ્બર મહિનામાં 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ગ્રાહકોને 1290 રૂપિયા મળી રહ્યા હતા. 1 ડિસેમ્બરથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 91 રૂપિયા વધી ગયા અને સિલિન્ડરના ભાવ 1381.50 રૂપિયા થઇ ગયા.

ચાર મહાનગરોમાં આટલા રૂપિયા થયો વધારો – રાજધાની દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં 17 રૂપિયા સુધી વધારો કરવામાં આવ્યો. ભાવ વધવાથી 1,332 રૂપિયાવાળો સિલિન્ડર 1,349 રૂપિયા થઈ ગયો . બીજી તરફ કોલકાતામાં 19 કિલોગ્રામવાળા એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 1,387.50 રૂપિયાથી વધારીને 1,410 રૂપિયા પર આવી ગઈ છે. અહીં કિંમતોમાં 22.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે. અહીં ઘરેલુ ગેસની કિંમત 720.50 રૂપિયા છે.

તે ઉપરાંત મુંબઇ અને ચેન્નાઇની વાત કરીએ તો અહીંયા 1,297.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર અને 1,463.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર પર પહોંચી ગયો છે. આ બંને મહાનગરોમાં ભાવમાં 17 રૂપિયાનો વધારો થયો છે.

નોંધનીય છે કે સરકારે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ વધારવાની સાથે જ સબ્સિડીને પણ બંધ કરી દીધી છે. સરકાર તરફથી પહેલા ગેસ સિલિન્ડર લેવા પર સબ્સિડીની સુવિધા આપવામાં આવતી હતી પરંતુ ગત અનેક મહિનાથી સરકાર દ્વારા સબ્સિડી બંધ કરી દેવામાં આવતા પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે.

(સંકેત)