Site icon Revoi.in

આફત: લાખો ટન સુપર હોટ ગેસ સૂર્યથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે, પૃથ્વીની સંચાર પ્રણાલી થઇ શકે પ્રભાવિત

Social Share

નવી દિલ્હી: એક તરફ કોરોના વાયરસની મહામારી છે તો બીજી તરફ વધી એક આકાશી આફતનું સંકટ પૃથ્વી પર તોળાઇ રહ્યું છે. વૈજ્ઞાનિકો અનુસાર સૂર્યની સપાટી પરથી લાખો ટન સુપર હોટ ગેસ નીકળી રહ્યો છે, જે પૃથ્વી તરફ આગળ વધી રહી છે. આ ઘટનાને વૈજ્ઞાનિક રીતે કોરોનલ માસ ઇજેક્શન તરીકે ઓળખવામાં આવે છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર આ વાયુ સૂર્યથી થોડા દિવસ પહેલા બહાર નીકળ્યો હતો. તે પૃથ્વીને ગંભીર નુકસાન પહોંચાડવા માટે પૂરતો શક્તિશાળી નથી પરંતુ તે અત્યારસુધીના સૌથી શક્તિશાળી ભૂ-ચુંબકીય તોફાન અથવા સૌર તોફાનને જન્મ આપી શકે છે. ભાવિમાં તેના દૂરોગામી પરિણામો જોવા મળી શકે છે.

આ ઘટના ચિંતાનો વિષય કહી શકાય કારણ કે વર્ષોની નિષ્ક્રિયતા બાદ સૂર્ય અચાનક જાગ્યો છે. અર્થાત્ ભવિષ્યમાં પણ આવું જ કંઇક થઇ શકે છે. સુપર હોટ વાયુ કોઇને પ્રત્યક્ષ રીતે હાનિકારક નથી પરંતુ તેઓ પાવર ગ્રીડ તેમજ રેડિય કોમ્યુનિકેશન્સને પ્રભાવિત કરશે તેમજ એરલાઇન્સના જવાનો તેમજ મુસાફરોને ઝેરી કિરણોત્સર્ગમાં લાવવાની ગંભીર સંભાવના છે. સેટેલાઇટ કાર્યક્રમોને પણ તેનાથી અસરની સંભાવના છે.

મહત્વનું છે કે, ગયા વર્ષે એટલે કે 2020માં સૂર્યએ પોતાની નવી 11 વર્ષની સાઈકલ શરૂ કરી છે. જે 2025માં ટોચ પર પહોંચવાની સંભાવના છે. જેને લઈ સૌર તોફાન જેવી ઘટનાઓ આગામી વર્ષોમાં વધી શકે છે.

આપને જણાવી દઇએ કે છેલ્લી વખત પૃથ્વીએ લગભગ 17 વર્ષ પહેલા આવા સૌર તોફાનનો સામનો કર્યો હતો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સૌર વાવાઝોડા અવકાશની હવામાનની સ્થિતિને ખરાબ રીતે અસર કરી શકે છે.