Site icon Revoi.in

દેશના કરોડો બાળકો માટે મોદી સરકારે આ યોજના કરી મંજૂર, અનુરાગ ઠાકુરે આપી માહિતી

Social Share

નવી દિલ્હી: દેશના કરોડો જરૂરિયાત મંદ બાળકોના ભોજન માટે મોદી સરકારે એક મોટી યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટની એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સાપ્તાહિક કેન્દ્રીય કેબિનેટ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, સમગ્ર દેશની 11.2 લાખ સરકારી અને સરકારી અનુદાન લેતી સ્કૂલોમાં કરોડો બાળકોને મધ્યાહન ભોજન આપતી પીએમ પોષણ યોજનાને કેબિનેટે લીલી ઝંડી આપી દીધી છે.

અનુરાગ ઠાકુર અનુસાર પીએમ પોષણ યોજના 5 વર્ષ સુધી ચાલશે અને આ યોજના માટે કેન્દ્ર સરકાર 1.31 લાખ કરોડનો ખર્ચ કરશે.

નોંધનીય છે કે, મોદી સરકારે બાળકોના મધ્યાહન ભોજન માટેની મોટી યોજના પીએમ પોષણ યોજનાને મંજૂરી આપી હોવાથી હવે આગામી પાંચ વર્ષમાં 11.2 લાખ સરકારી સ્કૂલોમાં બાળકોને મફત મધ્યાહન ભોજન પૂરું પાડવામાં આવશે. કેન્દ્ર સરકાર આ માટે 1.31 લાખ કરોડનો ખર્ચ કરશે.