Site icon Revoi.in

પ્રમોશન: રાજ્યસભામાં ગૃહના ઉપનેતા તરીકે મુખ્તાર અબ્બાસ નકવીની નિયુક્તિ

Social Share

નવી દિલ્હી: રાજ્યસભામાં હવે કેન્દ્રીય મંત્રી મુખ્તરા અબ્બાસ નક્વીને ઉપનેતાની જવાબદારી સોંપાઇ છે. પાર્ટીએ સોમવારે આ જાણકારી આપી છે. સંસદીય રાજનીતિમાં મુખ્તરા અબ્બાસ નકવી બહોળો અનુભવ ધરાવે છે. તે પીએમ મોદીના પ્રથમ કાર્યકાળમાં સંસદીય કાર્યમંત્રી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેથી તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે.

તેમને એવા સમયે કમાન સોંપાઇ છે જ્યારે ગૃહમાં સરકાર કિસાન આંદોલન, પેગાસસ જાસૂસી પ્રકરણ સહિત અન્ય મુદ્દા પર વિપક્ષના વિરોધનો સામનો કરી રહી છે. આ જવાબદારી મળ્યા બાદ નકવીએ ટ્વીટ કરીને પીએમ મોદી, પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.

રાજ્યસભાના નેતા તરીકે પણ ફેરફાર કરાયો અને પીયુષ ગોયલને જવાબદારી સોંપવામાં આવી. તેઓ અત્યારસુધી ઉપનેતું કામ જોઇ રહ્યા હતા. પરંતુ હવે તેમને રાજ્યસભાના નેતા બનાવ્યા બાદ મુખ્તાર અબ્બાસ નક્વીને તેમના સ્થાને લાવવામાં આવ્યા છે. પીયૂષ ગોયલને પૂર્વ કેન્દ્રીય મંત્રી થાવર ચંદ ગેહલોતના સ્થાન પર રાજ્યસભામાં નેતાનું પદ મળ્યું છે.

ભાજપ તરફથી રાજ્યસભામાં ગૃહના નેતા અને ઉપનેતા બંનેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પીયૂષ ગોયલ અને નકવી સંસદમાં કોઈ મુદ્દા પર તૈયારી સાથે બોલવા માટે જાણીતા છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે ગૃહમાં સરકારનો મજબૂતીથી પક્ષ રાખવા માટે પીયૂષ ગોયલ અને મુખ્તાર અબ્બાસ નકવીને નેતા અને ઉપનેતાની કમાન અપાઇ છે.