Site icon Revoi.in

ચીનને ઝટકો, એપલના 9 યુનિટ ચીનથી ભારત શિફ્ટ થયા

Social Share

નવી દિલ્હી: કોરોનાના સંકટકાળમાં ચીનને ફટકો પડ્યો છે. કોરોનાકાળમાં એપલના 9 ઓપરેટિંગ યુનિટ ચીનથી ભારત શિફ્ટ થઇ ચૂક્યા છે. કેન્દ્રીય આઇટી અને કમ્યુનિકેશન્સ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાની દિગ્ગજ ટેક કંપની એપલ મોટાપાયે ભારતમાં રોકાણ કરી રહી છે. જે યુનિટ શિફ્ટ થયા છે તેમાં કમ્પોનેન્ટ બનાવનાર યુનિટ પણ સામેલ છે.

તેમણે જણાવ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ વર્લ્ડ વૈકલ્કિપક જગ્યા શોધી રહ્યું છે. મોબાઇલ મેન્યુફેક્ચરિંગમાં તેજી લાવવાના પ્રયાસોમાં શાનદાર સફળતાને જોતા અમે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI)નો મોટો વિચાર લઇને આવ્યા. કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો હતો કે સેમસંગ, ફોક્સકોન, રાઇઝિંગ સ્ટાર, વિસ્ટ્રોન અને પેગાટ્રોન પીએલઆઇ સ્કીમ હેઠળ એપ્લિકેશન ફાઇનલ કરી રહ્યા છીએ.

આ સમિટનું ઉદ્વાટન કરતા દેશના પીએમ મોદીએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીએ ટેકનિકની તાકાત દેખાડી છે અને ભારતીયોએ સરળતાથી તેને અપનાવી લીધી છે. લોકડાઉન અને ટ્રાવેલિંગ પર પ્રતિબંધના કારણે લોકો કાર્યક્ષેત્રથી દૂર રહ્યા ત્યારે ટેકનિકના કારણે તે કામ ઘરેથી સરળ બન્યું. પડકારોમાં લોકો પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે વિદેશી ઈલેક્ટ્રોનિક કંપનીઓને આકર્ષવા માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ (PLI) લોન્ચ કરી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ઘણી વિદેશી કંપનીઓએ ભારતમાં આવીને મોબાઈલ પ્રોડક્શન અને પાર્ટ્સના ઉત્પાદન માટેની અરજી કરી છે. સરકારે હાલમાં આ યોજનાની સીમા વધારીને 10 નવા સેક્ટરને તેમાં સામેલ કર્યા છે.

(સંકેત)