Site icon Revoi.in

વોશિંગ્ટન કરતાં પણ મોટું હશે જેવરનું ઇન્ટરનેશનલ એરપોર્ટ, ક્ષેત્રફળમાં વિશ્વનું ચોથું મોટું એરપોર્ટ હશે

Social Share

નવી દિલ્હી: હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ ભારત હરણફાળ ભરી રહ્યું છે. જેવરમાં બનનાર નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ વૈશ્વિક સ્તરે નામના મેળવશે. તેનું કારણ એ છે કે આ એરપોર્ટ ક્ષેત્રફળની દૃષ્ટિએ વિશ્વનું ચોથુ અને એશિયાનું બીજુ તેમજ દેશનું સૌથી મોટું એરપોર્ટ હશે. એરપોર્ટના અંતિમ તબક્કાના નિર્માણ બાદ આ રેંકિંગ લાગુ થશે. હાલ લગભગ 13.34 વર્ગ કિમી ક્ષેત્રમાં જ આનું નિર્માણ થઇ રહ્યું છે.

વિશ્વના બીજા મોટા એરપોર્ટની વાત કરીએ તો સાઉદી અરબનો કિંગ ફહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વમાં સૌથી મોટુ એરપોર્ટ છે. આ 776 વર્ગ કિમી ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. જે બાદ અમેરિકાના બે એરપોર્ટનો નંબર આવે છે. જેનું ક્ષેત્રફળ 137 અને 70 વર્ગ કિમી છે જ્યારે ચોથા સ્થાને જેવરનું નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ હશે.

મહત્વનુ છે કે પહેલા આનુ ક્ષેત્રફળ 50 વર્ગ કિમી હતો પરંતુ બાદમાં 800 હેક્ટર ક્ષેત્રફળ વધારવાની વાત કહેવામાં આવી હતી. જોકે સૂત્રોનુ એ પણ કહેવુ છે કે અંતિમ તબક્કે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનુ ક્ષેત્રફળ 62 વર્ગ કિમીનો હોઈ શકે છે.

જેવરમાં બનનાર મેન્ટેન્સ, રિપેરિંગ અને ઓવરહૉલિંગ સેન્ટરનો લાભ દેશને થશે. અધિકારીઓ અનુસાર હાલ નાગપુરમાં એમઆરઓ સેન્ટર છે. જે ઘણા નાના છે. વિમાન કંપનીઓ પ્લેનના મેન્ટેનન્સ માટે કોલંબો અને સિંગાપુરના એમઆરઓ સેન્ટરની સેવાઓ લે છે.