- ઇન્ડિયન ઑઇલના પેટ્રોલ પંપ હવે થયા ઑટોમેટિક
- હવે ગ્રાહકો કોઇ સંપર્ક વગર પેટ્રોલ પૂરાવી શકશે
- તેનાથી ગ્રાહકોને વધુ સવલતો મળશે
નવી દિલ્હી: હાલમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે હવે કોરોના સંક્રમણને અટકાવવા માટે ઇન્ડિયન ઑઇલ પેટ્રોલ પંપે નવી પહેલ કરી છે અને તેના પેટ્રોલ પંપને ઓટોમેટિક કરી દીધા છે. જેનાથી ગ્રાહકો કોઇના પણ સંપર્કમાં આવ્યા વગર પેટ્રોલ ભરાવી શકશે.
હવે પેટ્રોલ પંપ પર તમે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પેટ્રોલ અને ડીઝલ ભરાવી શકો છો. હવે ઇન્ડિયન ઑઇલે તેના મોટા ભાગના પેટ્રોલ પંપને ઑટોમેટિક કરી દીધા છે. જેનાથી ગ્રાહકનું અડધુ કામ ઑટોમેટિક થઇ જાય છે.
કંપનીએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી આ જાણકારી આપી છે. તેના અનુસાર હવે ગ્રાહકોને પેટ્રોલ પંપ પર અલગ અનુભવ થશે. જે આ સમયે જરૂરી પણ છે. કંપનીએ ટ્વિટર મારફતે જાણકારી આપી છે કે કંપનીના લગભગ 30 હજાર ઇન્ડિયન ઑઇલ પેટ્રોલ પંપ હવે ઑટોમેટિક થઇ ગયા છે. તમે તમારા નજીકના પેટ્રોલ પંપ પર જાઓ અને સાથે ઇ રિસિપ્ટ, ઑટોમેટિક લોયલ્ટી પોઇન્ટ્સ અને ઑટોમેટિક પેમેન્ટનો લાભ લઇ શકો છો.
Indian Oil Automatic Petrol Pumpના કારણે તમારે કોઇના સંપર્કમાં આવવાની જરૂર રહેશ નહીં. તમે કાર્ડથી કોન્ટેક્ટલેસ ટેક્નોલોજીથી પેમેન્ટ કરી શકશો અને તમને તેની રસીદ ઑનલાઇન મળી રહેશે. ઇન્ડિયન ઑઇલે લોયલ્ટી પોઇન્ટ્સનો ઉલ્લેખ પણ કર્યો છે. જે ઇન્ડિયન ઑઇલની ખાસ મેમ્બરશીપ પર મળે છે. તેના માટે ઇન્ડિયન ઑઇલના કાર્ડ બનાવવાના રહે છે. ઇન્ડિયન ઑઇલ અનુસાર હવે પેટ્રોલ પંપને ડિજીટલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
XTRAREWARD ગ્રાહકો પર પેટ્રોલ ડીઝલની ખરીદી પર રિવોર્ડ પોઇન્ટ મળે છે. ઇન્ડિયન ઑઇલ પોતાના ગ્રાહકોને એક ખાસ સભ્ય બનાવી રહ્યું છે અને જો તમે તે સભ્ય બનો છો તો તમને પેટ્રોલની ખરીદી પર રિવોર્ડ મળે છે. તેનો લાભ તમે શોપિંગમાં કરી શકો છો.