- આખરે કેન્દ્ર સરકારને લીધો નિર્ણય
- હવે જૂની પેટર્નથી જ NEETની પરીક્ષા લેવાશે
- નવી પેટર્ન આવતા વર્ષે લાગુ કરાશે
નવી દિલ્હી: NEET 2021ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. આ વર્ષે NEET 2021ની પરીક્ષા જૂની પેટર્ન મુજબ જ આયોજીત કરવામાં આવશે અને નવી પેટન આવતા વર્ષે લાગુ કરાશે.
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડે જણાવ્યું કે, પોસ્ટ ગ્રેજ્યુએટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેસ ટેસ્ટ સુપર સ્પેશિયલિટી 2021 જૂની પેટર્ન અનુસાર આયોજીત કરવામાં આવશે અને નવી પેટર્ન આવતા વર્ષે લાગૂ કરાશે.
અગાઉ નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિશને જણાવ્યું હતું કે, દેશભરમાં મેડિકલ કોલેજમાં સુપર સ્પેશિયાલિટી કોર્સમાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષા ટાળી દેવામાં આવશે. આ પરીક્ષા હવે નવેમ્બરની જગ્યાએ જાન્યુઆરીમાં થશે. સાથે NBCને એસસીએ નવી પેટર્નને પરવાનગી આપવા અને ઉમેદવારોને સમય આપવાને લઇને પરીક્ષા જાન્યુઆરી સુધી ટાળવાનો આગ્રહ કર્યો છે. કેટલાક વિદ્યાર્થીઓએ NEET-SS એક્ઝામ પેટર્ન બદલવા પર વાંધો ઉઠાવ્યો હતો અને એક્ઝામ રદ કરવાની માંગ કરી હતી. જેને પગલે કોર્ટે કેન્દ્રને વિચાર કરવા કહ્યું હતું. જેથી હવે એક્ઝામ નવેમ્બરની જગ્યાએ જાન્યુઆરીમાં થશે જેથી વિદ્યાર્થીઓને નવી પેટર્ન હેઠળ તૈયારી કરવાની તક સાંપડશે.
NEET-SS 2021ની પરિક્ષા પેટર્નને લઈને એનબીઈ દ્વારા જાહેર અચાનક છેલ્લી ઘડીના ફેરફારને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં આરોપ હતો કે NEET-SSના પ્રશ્ન પેટર્ન ફક્ત એ લોકોન પક્ષમાં બદલી દેવામાં આવ્યા છે જેમણે અન્ય વિષયની કિંમત પર સામાન્ય ચિકિત્સામાં સ્નાતકોત્તર કર્યુ છે.
હાલમાં જ સુપ્રીમ કોર્ટે પોસ્ટ ગ્રેજ્યૂએટ NEET-SS 2021ની પરિક્ષાની પેટર્નમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવાને લઈને કેન્દ્ર, એનબીઈ અને રાષ્ટ્રીય ચિકિત્સા આયોગને ફટકાર લગાવી હતી.