Site icon Revoi.in

પીએમ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન 2.0નો કર્યો પ્રારંભ, કહ્યું – હવે ચૉકલેટનું રેપર રસ્તા પર નહીં ખિસ્સામાં મુકાય છે

Social Share

નવી દિલ્હી: પીએમ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન મિશન 2.0ની શરૂઆત કરાવી હતી.

પીએમ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન મિશન 2.0ની શરૂઆત કરાવતા કહ્યું હતું કે, આ યોજના હેઠળ દેશના 500 શહેરોમાં મેનેજમેન્ટ મજબૂત કરવાનું, પીવાના પાણીની સુવિધાને ઉત્તમ બનાવવાનું કામ કરવામાં આવશે.

પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, દેશભરમાં શૌચાલયોનું નિર્માણ કરીને સફાઇ અભિયાન ચલાવીને સ્વચ્છ ભારત અભિયાનનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો. હવે આપણું લક્ષ્ય શહેરોમાં કચરો મુક્ત કરાવવાનું છે. અમૃત મિશનની સાથે કામ કરવાનું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચોકલેટના રેપર હવે રસ્તા પર નહીં ખિસ્સામાં મુકાય છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, સુએઝ અને સેપ્ટિક મેનેજમેન્ટને વધારવા, પોતાના શહેરોને વોટર સિક્યોર સિટીઝ બનાવવા અને આપણી નદીઓને પ્રદૂષણ મુક્ત રાખવાનું લક્ષ્ય છે. મહાત્મા ગાંધીની જયંતિના એક દિવસ પહેલા જ આ કામ કરવાનું છે.