Site icon Revoi.in

પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાં હવે 500 રૂપિયા મિનિમમ બેલેન્સ અનિવાર્ય, બાકી રોજના 100 રૂપિયા કપાશે

Social Share

નવી દિલ્હી: જો આપનું પણ પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ છે તો આ સમાચાર આપના માટે ખૂબ જ મહત્વના છે. પોસ્ટ ઓફિસએ પોતાના ગ્રાહકો માટે મિનિમમ બેલેન્સની નિયત મર્યાદાને આજથી લાગુ કરી દીધી છે. હવે ગ્રાહકોને સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ 500 રૂપિયા રાખવું અનિવાર્ય રહેશે. જો તમે મિનિમમ બેલેન્સ નહીં રાખો તો 100 રૂપિયા રોજનો ચાર્જ કાપવામાં આવશે અને બાકીની રકમ ઝીરો થઇ જશે અને તેનાથી આપનું ખાતું બંધ થઇ શકે છે.

ઇન્ડિયા પોસ્ટ દ્વારા પોતાના અધિકૃત ડ્વીટર હેન્ડલના માધ્યમથી આ જાણકારી આપવામાં આવી છે. ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે નવા નિયમ હેઠળ ગ્રાહકોને પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં 11 ડિસેમ્બર સુધી 500 રૂપિયાનું મિનિમમ બેલેન્સ રાખવું અનિવાર્ય રહેશે. જો 12 ડિસેમ્બરે ગ્રાહકોના ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં હોય તો આપને મેન્ટેનન્સ ચાર્જ આપવો પડશે.

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પર વાર્ષિક વ્યાજ દર 4 ટકા છે. વ્યાજની ગણતરી દર મહિનાની 10મી તારીખ અને મહિનાના અંતની વચ્ચે મિનિમમ બેલેન્સ રકમના આધાર પર કરવામાં આવે છે. ગ્રાહક તેને પોતાની સુવિધા અનુસાર કોઇપણ નજીકની પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકે છે.

નોંધનીય છે કે પોસ્ટ ઓફિસના બચત ખાતાને સિન્ગલ વયસ્ક કે જોઇન્ટ વ્યસ્કો કે પછી એક માઇનોરની સાથે એક વયસ્કની જેમ ખોલાવી શકાય છે. 10 વર્ષથી ઉપરના માઇનર દ્વારા એકાઉન્ટ ખોલાવી શકાય છે. એક વ્યક્તિ દ્વારા એક પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકાય છે.

(સંકેત)

Exit mobile version