Site icon Revoi.in

ભારત-અમેરિકા વચ્ચે ડ્રોન સોદો અંતિમ તબક્કામાં, જાણો ડ્રોનની ખાસિયત

Social Share

નવી દિલ્હી: લદ્દાખ સરહદ પર ભારત-ચીન વચ્ચે હજુ પણ તણાવ જોવા મળી રહ્યો છે અને ચાલબાઝ ચીન સતત કોઇને કોઇ હરકતો દોહરાવતું રહે છે ત્યારે ચીન પર બાજ નજર રાખવા માટે અને જરૂર પડે તો હુમલો પણ કરી શકે તેવા ડ્રોન ખરીદવા માટે અમેરિકા અને ભારત વચ્ચેનો સોદો અંતિમ ચરણમાં છે.

ભારતે અમેરિકા પાસેથી 30 પ્રિડેટર ડ્રોનને ખરીદવા માટે 22000 કરોડ રૂપિયાનો સોદો કર્યો છે. ડ્રોનનું જે વર્ઝન ભારત ખરીદવાનું છે તેનું મૂળ નામ એમક્યુ-9બી લોંગ રેન્જ એન્ડ્યોરન્સ ડ્રોન છે. આ ડ્રોન હવામાંથી જમીન પર માર કરનારી મિસાઇલ વડે સજ્જ હોય છે.

આગામી સપ્તાહ દરમિયાન ડિફેનેસ એક્વિજિશન કાઉન્સિલ આ વાટાઘાટોને લીલી ઝંડી આપશે અને પછી કેબિનેટ સમક્ષ મંજૂરી માટે પ્રસ્તાવને મૂકવામાં આવશે.

ડ્રોન સાથેના હથિયારોના પેકેજને અંતિરમ સ્વરુપ હાલમાં અપાઈ રહ્યુ છે.આ વર્ષના અંત સુધીમાં ડ્રોન માટે સત્તાવાર રીતે ડીલ થઈ જશે.સેનાની ત્રણે પાંખને 10-10 ડ્રોન ફાળવવામાં આવશે.આ ડ્રોન અમેરિકન કંપની જનરલ એટોમિક્સ દ્વારા બનાવાય છે.

પ્રિડેટર ડ્રોનને સૌથી વધુ ઘાતક માનવામાં આવે છે તેમજ તે અનેક વિશિષ્ટતાઓથી સજ્જ છે. આ ડ્રોન મલ્ટી પર્પઝ છે જે દુશ્મન પર નજર રાખવા, જરૂર પડે તો હુમલો કરવા માટે સમર્થ છે. સાથે સાથ જ તે દુશ્મનના ડ્રોન હુમલાને પણ નાકામ બનાવવા માટેની ક્ષમતા ધરાવે છે. એટલે સુધી કે દરિયાના પેટાળમાં હંકારતી સબમરિન પર પણ તે નજર રાખી શકે છે. રાત્રે અંધારમાં ઉડવા માટે પણ તે સક્ષમ છે.

મહત્વનું છે કે, તેની રેન્જ 1900 કિલોમીટર છે અને 1700 કિલોના હથિયારો સાથે ઉડી શકે છે.રીમોટ કંટ્રોલથી ઓપરેટ થતા ડ્રોન માટે બે પાયલોટની જરુર પડતી હોય છે.જેઓ એક વિડિયો ગેમ રમતા હોય તે રીતે આ ડ્રોનનુ સંચાલન કરી શકે છે. હથિયારો વગર આ ડ્રોનનુ વજન 2223 કિલો છે.તેની ઝડપ 432 કિલોમીટર પ્રતિ કલાક  છે.50000 ફૂટની ઉંચાઈ સુધી તે ઉડી શકે છે.