Site icon Revoi.in

પંજાબ કોંગ્રેસમાં ફરી ઘમાસાણ, સિદ્વુએ સોનિયાએ લખ્યો પત્ર, જાણો પત્રમાં શું કહ્યું?

Social Share

નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસમાં ફરી ઘમાસાણ જોવા મળ્યું છે. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્વુએ રવિવારે કોંગ્રેસના વચગાળાના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. સિદ્વુએ પત્ર લખીને કેટલાક મુદ્દાઓ ટાંક્યા હતા અને તેના પર ધ્યાન આપવા સૂચન કર્યું હતું.

નવજોત સિંહ સિદ્વુએ પત્રમાં સોનિયા ગાંધી પાસેથી ઘોષણાપત્ર માટે 13 એજન્ડા સાથે પંજાબ મોડલ રજૂ કરવા માટે સમય માંગ્યો હતો. આ પત્ર પંજાબમાં 2022ની વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં લખાયો છે. સિદ્વુએ અગાઉ કહ્યું હતું કે, તેમની ચિંતાઓ દૂર કરવામાં આ છે અન પાર્ટીએ કહ્યું કે તેઓ રાજ્ય એકમના વડા તરીકે ચાલુ રહેશે.

નોંધનીય છે કે, જ્યારે કોંગ્રેસ હાઇકમાન્ડ, ચન્ની અને રાવતે સિદ્વુને નજરઅંદાજ કરીને પંજાબના નવા મંત્રીમંડળને આખરી ઓપ આપ્યો ત્યારે પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત ચન્ની અને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્વુ વચ્ચે તણાવ જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે, સિદ્ધુએ ડીજીપી તરીકે ઇકબાલ પ્રીત સિંહ સહોટા અને એજી તરીકે અમર પ્રીત સિંહ દેઓલની નિમણૂકનો પણ વિરોધ કર્યો હતો. પરંતુ સીએમ ચન્નીએ સ્પષ્ટ કર્યું છે કે બંને નિમણૂકો રદ કરવામાં આવશે નહીં. તણાવ એટલો વધી ગયો કે સિદ્ધુએ ચન્નીના પુત્રના લગ્નમાં પણ હાજરી આપી ન હતી. તે જ સમયે, નારાજ નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના વડા તરીકે રાજીનામું આપ્યું.