Site icon Revoi.in

દેશમાં અમીર અને ગરીબ વચ્ચેની અસમાનતા વધી, દેશની કુલ સંપત્તિમાંથી અડધાની માલિકી 10 ટકા અમીરો પાસે

Social Share

નવી દિલ્હી: ભારતમાં અમીર અને ગરીબ વચ્ચેનું જે અંતર જોવા મળી રહ્યું છે તે ખૂબ જ વ્યાપ ધરાવે છે. તે હાલના સરકારી રિપોર્ટથી પણ માલુમ પડે છે. રિપોર્ટ અનુસાર ભારતના 10 ટકા સૌથી વધુ અમીર દેશની અડધાથી વધુ ભૌતિક અને નાણાકીય સંપત્તિ ધરાવે છે. જ્યારે નીચેના 50 ટકાની પાસે 10 ટકાથી ઓછી સંપત્તિ છે. નેશનલ સેમ્પલ સર્વે દ્વારા આયોજીત ઑલ ઇન્ડિયા ડેબ્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સર્વે, 2019 દર્શાવે છે કે, 10 ટકા ધનિકો શહેરી વિસ્તારમાં કુલ સંપત્તિના 55.7 ટકા સંપત્તિ ધરાવે છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં 50.8 ટકા માલિકી ધરાવે છે.

સર્વેમાં સંપત્તિની ગણતરી માલિકીની દરેક વસ્તુ પર નાણાકીય મૂલ્ય મૂકીને કરાઇ હતી. જેમાં જમીન, બિલ્ડિંગ, પશુધન અને વાહનની સાથોસાથ નાણાકીય જેમ કે કંપનીઓમાં શેર્સ, બેંકમાં ડિપોઝીટ અને પોસ્ટ ઓફિસ વગેરેનો સમાવેશ થતો હતો.

જાન્યુઆરીથી ડિસેમ્બર 2019 દરમિયાન હાથ ધરવામાં આવેલા સર્વેમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે, ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની કુલ ભૌતિક અને નાણાકીય સંપત્તિ 274.6 લાખ કરોડ હતી, જેમાંથી 139.6 લાખ કરોડ 10 ટકા અમીરો પાસે હતી. ગ્રામીણ વિસ્તારોમાં, કુલ 238.1 લાખ કરોડ રૂપિયામાંથી ટોચના 10 ટકાની સંપત્તિ 132.5 લાખ કરોડ રૂપિયા છે. ગ્રામીણ વિસ્તારોમાં નીચેના 50 ટકા લોકો પાસે 10.2 ટકા સંપત્તિ છે અને શહેરી વિસ્તારોમાં 6.2 ટકા સંપત્તિ ધરાવે છે.

ગ્રામીણ વિસ્તારોની અંદર, જ્યાં ભારતની આશરે 2/3 વસ્તી રહે છે, દિલ્હીમાં ઢાળ સૌથી વધારે હતો, જેમાં ટોચના 10 ટકાની પાસે 80.8 ટકા સંપત્તિ છે જ્યારે નીચેના 50 ટકા પાસે 2.1 ટકા સંપત્તિ છે.

મોટા રાજ્યોની વાત કરીએ તો, દિલ્હી, બાદ ગ્રામીણ વિસ્તારોમાં સંપત્તિની અસમાનતા પંજાબમાં સૌથી વધુ હતી, જ્યાં 10 ટકા ધનિકો 65 ટકાથી વધુ સંપત્તિ ધરાવે છે અને નીચેના 50 ટકા પાસે માત્ર 5 ટકા કરતાં વધારે છે. ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને હરિયાણામાં સંપત્તિની માલિકીમાં ઘણો ઢાળ જોવા મળ્યો હતો.