Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં 3 હજાર કરોડનું ઇ-ટેન્ડર મની લોન્ડરિંગ કૌભાંડનો પર્દાફાશ: 2ની ધરપકડ

Social Share

નવી દિલ્હી: ભારતમાં હવે કૌભાંડો સામાન્ય થઇ રહ્યા છે. મધ્યપ્રદેશમાં 3 હજાર કરોડ રૂપિયાનું ઇ-ટેન્ડરિંગ કૌંભાડ સામે આવ્યું છે. 3 હજાર કરોડના ઇ-ટેન્ડરિંગ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 2 જણાની ધરપકડ કરી છે. મનતેના કન્સ્ટ્રક્શનના સ્થાપક શ્રી નિવાસ રાજુ મનતેના અને તેમના સાથીદાર તેમજ અર્ની ઇન્ફ્રાના માલિક આદિત્ય ત્રિપાઠી સામે મની લોન્ડરિંગ અટકાયત ધારા હેઠળ કેસ દાખલ કરાયા હતા.

પ્રાપ્ત અહેવાલ અનુસાર ઇ-ટેન્ડર કૌંભાડમાં મની લોન્ડરિંગ કેસમાં તેમની સંડોવણી હતી. આ કેસમાં મોટા ભાગની હૈદરાબાદ સ્થિત બાંધકામ ક્ષેત્રની કંપનીઓએ મધ્યપ્રદેશ રાજ્ય ઇલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પો.ના તેમજ સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને આખું ષડયંત્ર રચ્યું હતું. ઇડીએ દાવો કર્યો હતો કે તેમણે ગેરકાયદે જંગી કોન્ટ્રાક્ટ મેળવવા ઇ-ટેન્ડરમાં ચેડાં કર્યા હતા. રાજ્યની આર્થિક અપરાધ શાખાએ એપ્રિલ 2019માં કરેલા કેસમાંથી આ ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.

કથિત કૌભાંડના મુખ્ય લાભાર્થીઓ તરીકે મેક્સ મનતેના,માઇક્રો જેવી હૈદરાબાદ,જીવીપીઆર એન્જીનીયર્સ લિ. હૈદરાબાદના નામ જાણવા મળ્યા હતા. રાજ્યમાં કમલનાથના નેતૃવની કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ કેસ કરવામાં આવ્યો હતો.ઇડીએ આરોપીઓ અને તેમની સાથે જોડાયેલા અન્ય લોકોના  હૈદરાબાદ,ભોપાલ અને બંગલુરૂના નિવાસસ્થાન અને ઘરોમાં દરોડા પાડયા હતા અને  ત્યાંથી કેટલાક મહત્ત્વના દસ્તાવેજો કબજે કર્યા હતા તેમજ કેટલાક લોકોના નિવેદનો પણ લીધા હતા.

(સંકેત)