Site icon Revoi.in

1લી ડિસેમ્બરથી બદલાઇ જશે આ નિયમો, LPG પણ થશે સસ્તો

Social Share

નવી દિલ્હી: નવેમ્બર મહિનો હવે પૂર્ણતાને આરે છે ત્યારે ડિસેમ્બર મહિનો સામાન્ય લોકોના જીવનમાં ઘણા બદલાવ લાવશે. લોકોના જીવનથી જોડાયેલા અનેક નિયમોમાં ફેરફાર થવા જઇ રહ્યો છે.

EPFO એ હવે UAN અને આધાર લિંક કરવાની સમય મર્યાદા વધારીને 30 નવેમ્બર કરી હતી. એવા લોકોમાં જે લોકોએ આ કામ પેન્ડિંગ છે તેવા લોકોએ માત્ર ત્રણ દિવસમાં જ કામ પૂર્ણ કરવાનું રહેશે. નિર્ધારિત સમયમર્યાદાની અંદર UAN-Aadhaar લિંક નહીં કરાવવાથી ખાધારકોના ખાતામાં પીએફ જમા થશે નહીં.

30 નવેમ્બર સુધી UAN-Aadhaar  લિન્ક નહીં કરાવવાથી વધુ એક નુકસાન થઇ શકે છે. EPFO એ Employees Deposit Linked Insurance માટે પણ UAN-Aadhaar લિન્કિંગને જરૂરી બનાવી દીધુ છે. જો આવુ નહીં કર્યુ હોય તો કર્મચારીનું પ્રીમિયમ જમા થશે નહીં અને સાત લાખ રૂપિયા સુધીના વીમા કવરના લાભથી વંચિત રહી જશો.

કોવિડનો નવો વેરિએન્ટ સામે આવ્યાં બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. આ શુક્રવારે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 10 ડૉલર પ્રતિ બેરલનો ઘટાડો થયો છે. જે એપ્રિલ 2020 બાદ સૌથી મોટો ઘટાડો થયો છે. એવામાં આશા છે કે 1 ડિસેમ્બરની સમીક્ષામાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘડાથાથી ઘર ગૃહિણીઓને રાહત થશે.

સરકારી પેન્શન ધારકો માટે જીવન પત્ર જમા કરાવવાની અંતિમ તારીખ 30 નવેમ્બર છે. આ સમય મર્યાદાની અંદર જે લોકો જીવન પત્ર જમા નહીં કરાવે તેવા સરકારી પેન્શન ધારકોને પેન્શન મળવાનું બંધ થઇ જશે. ઈપીએફઓના હાલના ટ્વિટ મુજબ, સરકારી પેન્શન ધારકોને 30 નવેમ્બર સુધી જીવન પત્ર જમા કરાવવુ પડશે. જે એક વર્ષ માટે માન્ય રહેશે. આ કામ ઘર બેઠાં ડીજીટલ પદ્ધતિથી કરી શકાય છે.

એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા લોકો માટે પણ ડિસેમ્બરથી ફેરફાર થવાનો છે. હવે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ દ્વારા ઈએમઆઈ પર ખરીદી કરવી મોંઘી થઇ જશે. અત્યાર  સુધી એસબીઆઈ કાર્ડ ફક્ત વ્યાજ  વસુલતી હતી. પરંતુ હવે ઈએમઆઈ પર ખરીદી કરશો તો પ્રોસેસિંગ ફી પણ ચૂકવવી પડશે.