Site icon Revoi.in

ISROને મળ્યા નવા વડા, રોકેટ એન્જિનિયરિંગ નિષ્ણાત એસ.સોમનાથની ISROના વડા તરીકે નિયુક્તિ

Social Share

નવી દિલ્હી: ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોના નવા વડા તરીકે વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર એસ.સોમનાથને નિયુક્ત કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર તેમજ ઇસરોના અગ્રણી વૈજ્ઞાનિક તરીકે કાર્યરત એસ.સોમનાથની ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના નવા વડા તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તિરુવનંતપુરમ સ્થિત વીએસએસસીના ડાયરેક્ટર એસ.સોમનાથ દેશના શ્રેષ્ઠ રોકેટ ટેક્નોલોજીસ્ટ તેમજ એરોસ્પસ એન્જિનિયર છે.

એસ.સોમનાથ વિશે જણાવીએ તો તેઓ વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર અગાઉ તિરુવનંતપુરમમાં લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર (LPSC)ના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. તેમણે ઇસરો રોકેટના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સોમનાથ લૉંચ વ્હીકલ ડિઝાઇન કરવામાં નિપુણતા ધરાવે છે. તે ઉપરાંત તેઓની ખાસિયતની વાત કરીએ તો તેઓ સ્ટ્રક્ચર ડિઝાઇન, સ્ટ્રક્ચરલ ડાયનેમિક્સ, સિસ્ટમ એન્જિનિયરિંગના પણ નિષ્ણાત છે.