Site icon Revoi.in

આગામી 6 મહિનામાં બાળકોની વેક્સિન આવશે, અદાર પૂનાવાલાએ કરી જાહેરાત

Social Share

નવી દિલ્હી: બાળકો હવે કોવિડ સામે સુરક્ષિત રહેશે. આગામી છ મહિનામાં બજારમાં બાળકો માટે કોરોના વેક્સિન ઉપલબ્ધ થશે. સીરમ ઇન્સ્ટિટ્યુટે આ જાહેરાત કરી છે.

આ અંગે માહિતી આપતા SIIના CEO અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે, કોવોવેક્સ હજુ ટ્રાયલ ચાલી રહ્યું છે અને આગામી 6 મહિનાની અંદર બાળકોની વેક્સિન આવશે.

એક કોન્ફરન્સને સંબોધિત કરવા સમયે કંપનીની યોજના વિશે જણાવતા અદાર પૂનાવાલાએ કહ્યું કે, બાળકોની વેક્સિન કોવોવેક્સ 3 વર્ષ સુધી બાળકોનો કોરોનાથી બચાવ કરશે. હાલના સમયમાં સીરમની કોવિશિલ્ડ અને અન્ય કંપનીઓની કોવિડ વેક્સિન 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે તૈયાર થઇ ચૂકી છે.

બાળકોમાં ગંભીર બીમારી જોવા નથી મળી એવું તેમણે કહ્યું હતું. તેઓ આગામી છ મહિનામાં બાળકોની વેક્સિન લાવશે તેવું તેમણે જણાવ્યુ હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશમાં પહેલાથી જ 2 કંપનીઓને બાળકોની વેક્સિન માટે લાઇસન્સ આપવામાં આવ્યું છે અને તેની વેક્સિન પણ જલ્દી જ માર્કેટમાં ઉપલબ્ધ બનશે.

બાળકોની વેક્સિનની અસરકારતા વિશે જણાવતા કહ્યું કે, તમારે બાળકોને આ રસી લગાવવી જોઇએ કારણ કે સુરક્ષિત છે અને તેની કોઇ આડઅસર નથી. આ વેક્સિન અસરકારક છે અને બાળકોને સંક્રમણથી પણ સુરક્ષિત અને સલામત રાખશે.