Site icon Revoi.in

સોનુ સુદને સુપ્રીમ કોર્ટે આપી રાહત, ઘર પર કાર્યવાહી કરવા પર લગાવી રોક

Social Share

નવી દિલ્હી: લોકડાઉન દરમિયાન રઝળી પડેલા શ્રમિકોને વ્હોરે આવનાર અને જરૂરિયાતમંદોને મદદ કરનાર અભિનેતા સોનુ સોદુ માટે રાહતના સમાચાર છે. અભિનેતા સોનુ સુદના ઘર પર કોઇપણ જાતની કાર્યવાહી કરવા સામે સુપ્રીમ કોર્ટે હાલ પૂરતી રોક લગાવી દીધી છે.

આપને જણાવી દઇએ કે મુંબઇ કોર્પોરેશને જુહુ વિસ્તારમાં આવેલા સોનુ સુદના ઘરમાં ગેરકાયદે બાંધકામ કરવા બદલ નોટિસ આપી હતી. કોર્પોરેશનનું કહેવું છે કે, 6 માળની ઇમારતને સોનુ સુદે બાંધકામમાં બદલાવ કરીને હોટલ બનાવી દીધી છે.

જો કે તેની સામે સોનુ સુદે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જો કે હાઇકોર્ટે તેના પર રોક લગાવવાનો ઇનકાર કર્યા બાદ અભિનેતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, ઘમાં ઇન્ટરનલ રિનોવેશન પહેલા જ રોકી દેવાયું છે. આ માટે નિયમ પ્રમાણે કોઇ મંજૂરી લેવાની જરૂર નથી. જે નવીનીકરણ થઇ ચૂક્યું છે તેને તોડી પાડવામાં ના આવે.

સોનુ સુદે પહેલા પણ કહ્યું છે કે, બદલાવ કરવા માટે કોર્પોરેશનની પરવાનગી લીધી હતી. માત્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીની મંજૂરીની રાહ જોવાઇ રહી હતી. મેં હંમેશા કાનૂનનું પાલન કર્યું છે. મહામારી સમયે આ ઇમારતને કોરોના વોરિયર્સના રહેવા માટે ઉપયોગમાં લેવામાં આવી હતી.

જોકે હવે સોનુ સુદના બાંધકામ પર કાર્યવાહી નહીં કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.સાથે સાથે સોનુ સુદ તરફથી કહેવાયુ છે કે, તેઓ સુપ્રીમ કોર્ટમાંથી પિટિશન પાછી ખેંચીને કોર્પોરેશન સાથે આ મામલાનો ઉકેલ લાવવા માટે જઈ રહ્યા છે.

(સંકેત)