Site icon Revoi.in

ફાલતુ અરજીઓથી સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી, દરેક કેસમાં અપીલનું ચલણ રોકવું અનિવાર્ય

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દરેક કેસમાં ફાલતુ અરજીઓના ઘોડાપૂરને લઇને નારાજગી વ્યક્ત કરી છે. ફાલતુ અરજીઓથી ત્રસ્ત સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સામૂહિક રીતે આપણે બધા ન્યાયિક પ્રણાલીની મજાક બનાવી રહ્યા છીએ.

સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ પ્રકારની અરજીઓને કારણે એવા કેસનું નિરાકરણ લાવવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે જેનો ઉકેલ જરૂરી છે અને જે લોકો લાંબા સમયથી ન્યાયની રાહ જોઇ રહ્યા છે. દરેક મુદ્દે અરજી કરવાના ચલણને હતોત્સાહિત કરવું પડશે.

જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ હૃષિકેશ રૉયની પીઠે જણાવ્યું કે, એક સામાન્ય માણસને અમારી ઝીણવટ કે મોટા કાયદાકીય સિદ્ધાંતોમાં કોઈ જ દિલચસ્પી નથી, જેના વિશે અમે સતત વાત કરીએ છીએ. એક વાદી એ જાણવા માટે ઉત્સુક રહે છે કે, તેના કેસમાં દમ છે કે નહીં અને આ જાણવા માટે તે અનિશ્ચિત કાળ સુધી રાહ જોવા નથી ઈચ્છતો કે તે સાચો હતો કે નહીં. જો ચુકાદો આવતા 10 કે 20 વર્ષ લાગી જાય તો તે એ ચુકાદાનું શું કરશે.

જસ્ટિસ કૌલે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે 45 વર્ષોથી દીવાની કેસો લંબિત હોવાનું જાણ્યું. અમે આ પ્રકારના જૂના કેસનો પણ નિવેડો લાવી રહ્યા છીએ. વ્યક્તિગત રીતે હું જૂના કેસ બહાર લાવવા પ્રયત્ન કરી રહ્યો છું.