Site icon Revoi.in

તજાકિસ્તાનમાં 6.3ની તીવ્રતાના ભૂકંપથી દિલ્હી સહિત ઉત્તર ભારત થરથર્યું

Social Share

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ગઇકાલે રાત્રે ભૂકંપના તેજ આચંકા અનુભવાયા હતા. ભૂકંપની અસર હરિયાણા, રાજસ્થાન, જમ્મૂ કાશ્મીરમાં પણ થઇ હતી. ભૂકંપનું કેન્દ્ર તજાકિસ્તાન કહેવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી છે. જો કે સારા સમાચાર એ છે કે અત્યારસુધી કોઇપણ જાન-માલના નુકસાનના સમાચાર નથી. આજે જ રાજસ્થાનના બિકાનેરમાં પણ 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપ બાદ દિલ્હી-NCRમાં લોકો ડરને કારણે ઘરમાંથી બહાર આવ્યા હતી. કેટલાક લોકો ઘરોમાં ઊંઘવાની તૈયારી કરી રહ્યા હતો, તો કેટલાક ભોજનની તૈયારી કરી રહ્યા હતા. તો રસ્તાઓ પર વાહન ચલાવનારા લોકો પણ રોકાઇ ગયા હતા. હિમાચલના ચંબા, ડેલહાઉસી તેમજ અન્ય વિસ્તારોમાં પણ ભૂકંપના તેજ ઝાટકા અનુભવાયા હતા.

ભૂકંપના ઝાટકા ફક્ત ભારતમાં નહીં, પરંતુ પાડોશી દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ અનુભવાયા. તાજીકિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી છે. ત્યાં ભૂકંપ ભારતીય સમય અનુસાર 10 વાગીને 31 મિનિટ પર આવ્યો. તેનું કેન્દ્ર જમીનથી 80 કિલોમીટર નીચે હતુ. તેની થોડીકવાર પછી 10 વાગ્યેને 34 મિનિટ પર ફરીવાર ભૂકંપ આવ્યો. આનું કેન્દ્ર અમૃતસરમાં જમીનથી નીચે 10 કિલોમીટર હતુ.

(સંકેત)