Site icon Revoi.in

તાલિબાને હવે કાશ્મીરને લઇને આપ્યું આ નિવેદન, ભારતની ચિંતા વધી

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ડેપ્યુટી ઇન્ફોર્મેશન મિનિસ્ટર તથા તાલિબાની પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહિદે આંતરરાષ્ટ્રીય સમુદાયની સામે અફઘાનિસ્તાનનું સમર્થન કરવા માટે પાકિસ્તાનના વખાણ કર્યા છે. મુઝાહિદે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનને લઇને પાકિસ્તાન મુખર રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય શક્તિઓને અપીલ કરતું આવ્યું છે કે તે અફઘાનિસ્તાનની સાથે જોડાય.

તાલિબાને કહ્યું હતું કે તે, કાશ્મીરના પીડિત મુસ્લિમોને મદદ કરવા માટે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે. ફરી એકવાર તેણે કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં અનેક એવા વિસ્તાર છે જ્યાં મુસ્લિમોની સાથે ખોટો વ્યવહાર થઇ રહ્યો છે. તે પછી ફિલિસ્તાન હોય કે કાશ્મીર કે મ્યાનમાર હોય.

જબીહુલ્લાએ કહ્યું હતું કે, જ્યાં પણ મુસ્લિમોની સાથે દુરવ્યવહાર થઇ રહ્યો છે તે ચિંતાજનક છે અને અમે તેની વિરુદ્વ છીએ. જમ્મૂ કાશ્મીરમાં માનવાધિકારોના ભંગની ટીકા કરતા કહ્યું કે, અફઘાનિસ્તાનની સરકાર વિશ્વના વિભિન્ને ભાગોમાં પીડિત મુસ્લિમોને રાજનાયિક અને રાજનીતિક મદદ પ્રદાન કરવાનું જારી રાખશે.

જબીહુલ્લાએ કહ્યું હતું કે, પાકિસ્તાન અમારો પાડોશી દેશ છે અને અફઘાનિસ્તાનને લઇને પાકિસ્તાનનો જે દ્રષ્ટિકોરણ રહ્યો છે તે માટે હું તેમનો આભારી છું.