Site icon Revoi.in

સરકાર સાયબર સુરક્ષા માટે આ વર્ષે નવી વ્યૂહરચના ઘડશે: રાજેશ પંત

Social Share

નવી દિલ્હી: પબ્લિક અફેર્સ ફોરમ ઑફ ઇન્ડિયા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાયબર સુરક્ષાના વડા રાજેશ પંતે જણાવ્યું હતું કે, આ વર્ષે નવી રાષ્ટ્રીય સાયબર સુરક્ષા વ્યૂહરચના બહાર પાડવામાં આવશે અને આ વ્યૂહરચનામાં દેશના સાયબર સેક્ટરની સંપૂર્ણ ઇકો સિસ્ટમનો સમાવેશ કરવામાં આવશે. નવી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના બહાર પાડવા માટે કોરોના કાળ દરમિયાન ટેલિકોમ પોર્ટલ બહાર પાડીને નવી વ્યૂહરચનાની તૈયારી શરૂ કરી હતી.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, આ નવી વ્યૂહરચનામાં દેશના સાયબર સેક્ટરની સંપૂર્ણ ઇકોસિસ્ટમને સાંકળી લેવામાં આવશે જેનાથી સુરક્ષા સિસ્ટમને વેગ મળશે.

આ નવી વ્યૂહરચનાથી સુરક્ષિત, મજબૂત, ગતિશીલ અને વિશ્વસનીય સાયબર ક્ષેત્ર મેળી શકાશે. રાજેશ પંતના જણાવ્યા અનુસાર આ નવી વ્યૂહરચનામાં વિવિધ પાસાઓ સાથે કામ કરવા માટે એક માર્ગદર્શિકા તરીકે કામ કરવામાં આવશે.

નવી રાષ્ટ્રીય સાયબર સુરક્ષાની વ્યૂહરચના માટે રાષ્ટ્રીય સંસાધનોની મદદથી દેશમાં ક્ષમતા નિર્માણ અથવા સાયબર ઓડિટનો ડેટા મેળવી શકાશે. PAFIએ જણાવ્યું હતું કે આ નવી વ્યૂહરચના હેઠળ ટેલિકોમ ક્ષેત્ર હેઠળની આશરે 80 વસ્તુઓને આવરી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજના આધુનિક યુગમાં સાયબર સુરક્ષાએ હાલ ચર્ચાનો વિષય બન્યો છે તેવું પંતે જણાવ્યું હતું.

ટેલિકોમ ક્ષેત્રમાં (Telecom field) રાષ્ટ્રીય સુરક્ષા અંગે પંતે કહ્યું હતું કે, જ્યારે અન્ય દેશોની કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે, જેને કારણે તે કાર્ય કરી શકતી નથી. ત્યારે ભારત એકમાત્ર એવો દેશ છે કે જેણે આવી ટેલિકોમ કંપનીઓની શ્વેત સૂચિ તૈયાર કરી હતી કે જેને દેશમાં અનુમતિ આપવામાં આવી છે.