Site icon Revoi.in

કેબિનેટ બેઠકમાં લેવાયા અનેક નિર્ણયો, જાણો શું નિર્ણયો લેવાયા?

Social Share

નવી દિલ્હી: બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરકારે અનેક મહત્વના નિર્ણયો લીધા હતા. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર તેમજ ધર્મેન્દ્ર પ્રધાને પત્રકાર પરિષદ યોજીને આ અંગે જાણકારી આપી હતી.

ફાસ્ટ ટ્રેક કોર્ટ અંગે કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે મહિલાઓના રેપ કેસની જલ્દી સુનાવણી માટે દેશભરમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી હતી. કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે આગામી બે વર્ષમાં બીજી અનેક ફાસ્ટ ટ્રેક કોર્ટ બનશે. જેમાં 381 પોક્સો કોર્ટ પણ સામેલ છે.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને સમગ્ર શિક્ષા 2.0 હેઠળ પ્લે સ્કૂલ અને આંગણવાડીને ઔપચારિક સ્વરૂપ અપાયું છે. હવે સરકારી શાળાઓમાં પણ પ્લે સ્કૂલ હશે. તે પ્રમાણે શિક્ષકોને પણ તાલીમ આપવામાં આવશે.

તેમણે જણાવ્યું કે પહેલીવાર સરકારે સમગ્ર શિક્ષણ યોજના હેઠળ બાળ સુરક્ષાને પણ જોડી છે. બાળ અધિકારોના સંરક્ષણનું આયોગ બનાવવા માટે રાજ્યોને સહાયતા આપવાનો પણ નિર્ણય લેવાયો છે.

હવે વ્યાવસાયિક શિક્ષણ ઉપર વધુ ભાર મૂકવામાં આવશે. તેનાથી ધોરણ 6-8ના બાળકોને એક્સપોઝર મળશે. જ્યારે ધોરણ 9થી 12માં બાળકોમાં કૌશલ્ય વિકાસ પર ભાર મૂકાશે. શાળાઓમાં આધુનિક કૌશલ્ય સાથે કોડિંગ અને વર્ચ્યુઅલ રિયાલિટી વગેરે સંલગ્ન તાલીમ પ્રોગ્રામ હશે.

Exit mobile version