Site icon Revoi.in

અમેરિકાએ ઉતાર્યું ઋણ, મેડિકલ સામાન સાથેનું પ્રથમ વિમાન પહોંચ્યું ભારત

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોનાનું સંક્રમણ અનિયંત્રિત બની રહ્યું છે. દૈનિક ધોરણે 3 લાખથી વધારે કેસ નોંધાઇ રહ્યા છે. આવી સ્થિતિમાં હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન ઉપલબ્ધ નથી. દર્દીઓને બચાવવા માટે જરૂરી ઓક્સિજન પણ મળી નથી રહ્યો. ભારતની આ સંકટની સ્થિતિમાં વિદેશમાંથી સહાયનો ધોધ વહ્યો છે. આ જ દિશામાં અમેરિકાથી મેડિકલ સામાન સાથેની પ્રથમ ખેપ ભારત આવી પહોંચી છે. આપને જણાવી દઇએ કે કોરના સંક્રમણની શરૂઆતમાં જ્યારે અમેરિકા સંકટમાં હતું ત્યારે ભારતે અમેરિકાને મેડિકલ સહાય પૂરી પાડી હતી અને હવે જ્યારે ભારતની સ્થિતિ વિકટ છે ત્યારે અમેરિકા મદદ કરીને ઋણ ચૂકવી રહ્યું છે.

આજે અમેરિકાથી 280 ઓક્સિજન કન્સન્ટ્રેટર સાથે મેડિકલ સામાનની પ્રથમ ખેપ ભારત પહોંચી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ અમેરિકાનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, આ મહામારી દરમિયાન લડાઇમાં આપણી પરસ્પરની પ્રતિબદ્વતા દર્શાવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 400થી વધારે ઓક્સિજન સિલિન્ડર સાથે લગભગ 1 મિલિનય રેપિડ કોરોના વાયરસ ટેસ્ટ કિટ અને અન્ય હોસ્પિટલ ઉપકરણ લઇને અમેરિકાનું આ સૈન્ય વિમાન આજે ભારત આવી પહોંચ્યું હતું.

એક ટ્વીટમાં અમેરિકાન દૂતાવાસે મેડિકલ સાધનોની તસવીર શેર કરી છે અને કહ્યું કે, સંયુક્ત રાજ્ય અમેરિકાથી અનેક ઇમરજન્સી કોવિડ-19 રાહત સાથે પ્રથમ ખેપ ભારત પહોંચી છે. 70 વર્ષથી વધારે સમય સુધી બંને દેશ વચ્ચે સંયુક્ત રાજ્ય અમેરિકા આજે ભારતની પડખે ઊભું છે.

(સંકેત)