Site icon Revoi.in

વાહનચાલકો માટે રાહતના સમાચાર, સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના ડોક્યુમેન્ટ્સની વેલિડિટી વધારી

Social Share

નવી દિલ્હી: દેશના વાહનચાલકો માટે એક રાહતના સમાચાર છે. સરકારે હવે ડ્રાઇવિંગ લાઇસન્સ, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, ફીટનેસ સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ્સની વેલિડીટી વધારી દીધી છે.

સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા એકવાર ફરીથી આ ડોક્યુમેન્ટ્સની વેલિડીટી વધારી દીધી છે. હવે આ ડોક્યુમેન્ટ્સ 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. પહેલા આ ડોક્યુમેન્ટ્સની વેલિડીટી 30 સુધી જ માન્ય હતી.

માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી આપવામાં આવેલા આદેશ અનુસાર આ ડોક્યુમેન્ટ્સ 1 ફેબ્રુઆરી, 2020 સુધીમાં એક્સપાયર થઇ ગયા હતા અથવા 30 સપ્ટેમ્બર 2021 સુધી એક્સપાયર થશે અને લોકડાઉનના પ્રતિબંધોને કારણે રિન્યૂ થઇ શક્યા નથી.

નાગરિકોને ટ્રાંસપોર્ટ સંબંધિત કોઇ સેવામાં પ્રોબ્લેમ ન થાય અને બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કહેવામાં આવ્યુ છે કે આ નિયમને તત્કાલ પ્રભાવથી લાગૂ કરવામાં આવે જેથી ટ્રાંસપોર્ટ્સ અને બીજી સંસ્થાઓ આ મુશ્કેલ ઘડીમાં કામ કરી રહી છે તેને કોઇ પ્રકારની પ્રતાડના અને મુશ્કેલી ન આવે.

નોંધનીય છે કે, સરકારે કોરોના મહામારીના કારણે 6 વાર ડ્રાઇવિંગ લાયસન્સની વેલિડીટી વધારી હતી. 30 માર્ચ 2020, 9 જૂન 2020, 24 ઓગસ્ટ 2020, 27 ડિસેમ્બર 2020, 26 માર્ચ 2021 આ 6 વાર વેલિડીટી વધારી હતી.