Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર, અમે જાણવા માંગીએ છીએ કે સરકાર પેગાસસ મામલે શું કરી રહી છે?

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં પેગાસસ જાસૂસી મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન પેગાસસ મુદ્દે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે.

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું કે, લોકોએ ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. જે ગંભીર છે અમે તપાસ માટે તૈયાર છીએ. આ મામલે નિષ્ણાતોની સમિતિ તપાસ કરશે. તુષાર મહેતાએ કહ્યું કે, આઇટી મંત્રીએ કહ્યું હતું કે, અમારી મજબૂત નિરિક્ષણ અને સંતુલન પ્રણાલી અંતર્ગત કોઇ પણ પ્રકારની ગેરકાયદેસર દેખરેખ શક્ય નથી.

સુપ્રીમ કોર્ટે પેગાસસ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. CJI રમનાએ કહ્યું હતું કે, તમે ફરી એક જ વસ્તુ પર પાછા ફરી રહ્યા છો. અમે જાણવા માંગીએ છીએ કે સરકાર શું કરી રહી છે. પબ્લિક ડોમેન દલીલ પર કોર્ટે જણાવ્યું હતું કે, અમે રાષ્ટ્રીય હિતના મુદ્દાઓમાં નથી જઇ રહ્યા. અમારી મર્યાદિત ચિંતા લોકોની છે. જ્યારે કેન્દ્ર સરકારે સમિતિ બનાવાવની વાત કરી ત્યારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સમિતિની નિમણૂક કોઇ મુદ્દો નથી. તેના બદલે સોગંદનામાનો ઉદ્દેશ એ જાણવાનો છે કે તમે ક્યાં ઉભા છો.

CJI રમાનાએ નારાજગી વ્યક્ત કરી હતી કે, અમે જાણવા માંગીએ છીએ કે સરકાર શું કરી રહી છે. અમે રાષ્ટ્રીય હિતના મુદ્દાઓમાં જતા નથી. અમારી ચિંતા મર્યાદિત લોકોની છે. સમિતિની નિમણૂક કોઇ મુદ્દો નથી. સોગંદનામાનો હેતુ બતાવવો જોઇએ કે તમે ક્યાં ઉભા છો. સંસદમાં તમારા પોતાના આઇટી મંત્રીના નિવેદન અનુસાર ફોનનું ટેકનિકલ વિશ્લેષણ કર્યા વિના મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે.

છેલ્લી સુનાવણીમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર સરકાર વતી જણાવ્યું હતું કે, આ અંગે વિગતવાર સોગંદનામું દાખલ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી હતી અને તેનો જવાબ માંગ્યો હતો. ખંડપીઠે કહ્યું હતું કે તે આ મામલાના તમામ પાસાઓને જોવા માટે નિષ્ણાતોની સમિતિની રચના કરવાના કેન્દ્રના પ્રસ્તાવની તપાસ કરશે.

સુનાવણી દરમિયાન, કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે સુરક્ષા અને લશ્કરી એજન્સીઓ દ્વારા વિવિધ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી અને આતંકવાદી પ્રવૃત્તિઓની તપાસ માટે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે કોઈ પણ સરકાર સોફટવેરનો ઉપયોગ કરી રહી છે તે જાહેર કરશે નહીં જેથી આતંકવાદી નેટવર્ક્સ તેમની સિસ્ટમોમાં ફેરફાર કરી શકે અને ટ્રેકિંગ ટાળી શકે. મહેતાએ કહ્યું કે કેન્દ્ર સરકાર મોનીટરીંગ સંબંધિત તમામ હકીકતો નિષ્ણાત ટેકનિકલ સમિતિ સમક્ષ મૂકવા માટે તૈયાર છે, જે કોર્ટને રિપોર્ટ આપી શકે છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે અરજીઓમાં લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે. કેન્દ્રએ કહ્યું હતું કે નિષ્ણાતોની સમિતિ સમગ્ર મામલાની તપાસ કરશે.