Site icon Revoi.in

ભારતમાં જ્હોન્સન એન્ડ જ્હોન્સની વેક્સિનની આટલી કિંમત હશે

Social Share

નવી દિલ્હી; ભારતમાં જ્હોન્સન એન્ડ જ્હોન્સનની સિંગલ ડોઝ વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. આ માત્ર એક ડોઝ લગાવવાથી કામ પૂર્ણ થઇ જશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તેની જાહેરાત કરી છે. જો કે વેક્સિનની કિંમતને લઇને હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ એક રિપોર્ટમાં તેની કિંમતને લઇને અંદાજ કરવામાં આવ્યો છે.

એક અહેવાલ અનુસાર ભારતમાં ખાનગી હોસ્પિટલમાં આ વેક્સિન 25 ડૉલર એટલે કે આશરે 1855 રૂપિયામાં મળી શકે છે. તેને લગાવવાનો ખર્ચ 150 રૂપિયા આવશે અને બની શકે કે તમારે GSTની પણ ચૂકવણી કરવી પડે. તેવામાં બધુ થઇને આ વેક્સિન તમને 2000 રૂપિયામાં પડી શકે છે.

ભારતમાં મંજૂરી મળી છે પરંતુ તે ભારતમાં ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે હજુ કોઇ માહિતી મળી નથી. હજુ વેક્સિનની ડિલિવરીને લઇને પણ કોઇ કમિટમેન્ટ ના આપી શકાય. આ એટલા માટે કે કંપનીએ પહેલા સરકારની સાથે સપ્લાય એગ્રીમેન્ટ કરવો પડશે. જેમાં ઘણી કાયદાકીય અડચણો છે.

J&J ની વેક્સિન નોન-રેપ્લિકેટિંગ વાયરલ વેક્ટર વેક્સિન છે. તેનો અર્થ એ છે કે વેક્સિનની અંદરનું જેનેટિક મટીરિયલ શરીરની અંદર પોતાની કોપીઝ બનાવશે નહીં. તે એટલા માટે જરૂરી છે કારણ કે જ્યારે વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે તો તે પોતાની કોપીઝ બનાવવાનું શરૂ કરે છે, જેનાથી સંક્રમણ ફેલાય છે.