Site icon Revoi.in

વિશ્વનો સૌથી પહેલો પંજાબીમાં વાત કરતો રોબોટ, બાળકોને આપે છે શિક્ષણ

Social Share

અમદાવાદ: તમે અનેકવિધ રોબોટ વિશે સાંભળ્યું હશે અને તેને સોશિયલ મીડિયા પર નિહાળ્યા હશે. હવે અનેક રોબોટ્સ એવા આવે છે જે મનુષ્યની જેમ વાતો કરે છે અને અને કામો પણ કરે છે. આવો જ એક અનોખો રોબોટ તૈયાર કરાયો છે. વિશ્વમાં પ્રથમવાર પંજાબીમાં વાત કરતો રોબોટ તૈયાર કરાયો છે. પંજાબી ભાષા સમગ્ર વિશ્વના અનેક ભાગોમાં બોલવામાં આવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પંજાબના જલંધરની સરકારી હાઇસ્કૂલના ટીચર હરજીત સિંહે પંજાબી બોલતો, સમજતો વિશ્વનો પ્રથમ રોબોટ તૈયાર કર્યો છે.

આ રોબોટ વિશે વાત કરીએ તો તેનું નામ સરબંસ કૌર છે. કોઇપણ આ નામથી બોલાવે ત્યારે આ રોબોટ જવાબ આપે છે. રોબોટનું નામ લેતા જ તે એક્ટિવ થઇ જાય છે. તે સતશ્રી અકાલથી માંડીને ગુરબાણી પણ સંભળાવે છે. આ રોબોટના નિર્માણ પાછળ દોઢથી 2 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. તેને બનાવવામાં 7 મહિનાનો સમય લાગ્યો હતો.

રોબોટ બનાવનાર શિક્ષક એવું ઇચ્છતા હતા કે બાળકોને કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ સરળતાથી સમજમાં આવી જાય. કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ તૈયાર કરવા માટે તેમણે અંગ્રેજીના શબ્દોને પંજાબીમાં અનુવાદ કર્યું. તે જ લેંગ્વેજના આધારે તેમણે રોબોટ તૈયાર કર્યો. જો કે રોબોટનું સ્વરૂપ એક મહિલાનું હતું, તેથી તેનું નામ સરબસ કૌર રાખવામાં આવ્યું. હરજીતની પત્નીએ રોબોટને પોતાનો અવાજ આપ્યો. પહેલા તેમણે પત્ની જસપ્રીતનો અવાજ રેકોર્ડ કર્યો પછી તેમાં થોડા સુધારા કર્યા બાદ રોબોટમાં સ્થાપિત કરવામાં આવ્યો.

(સંકેત)