Site icon Revoi.in

વ્હીક્લ રજિસ્ટ્રેશનના નિયમમાં થયો મોટો ફેરફાર, જાણો શું થશે ફાયદો?

Social Share

નવી દિલ્હી: માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નવા વાહનો માટે ભારત સીરિઝની અધિસૂચના જારી કરી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, આ નિયમ હેઠળ હવે નવા વાહનોને BH સીરિઝમાં રજિસ્ટર્ડ કરાવવાના રહેશે. આ સીરિઝનો સૌથી વધારે ફાયદો એ વાહન માલિકોને થશે જે નોકરીના હેતુસર એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં સ્થળાંતર કરે છે.

આ નિયમ હેઠળ હવે વાહનમાલિકને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા પર ત્યાં ફરીથી નવો રજિસ્ટ્રેશન નંબર લેવાની આવશ્યકતા નહીં રહે અને નવી વ્યવસ્થા હેઠળ વાહનમાલિક બીજા રાજ્યોમાં સ્થળાંતર કરશે તો તે જૂના રજિસ્ટ્રેશનથી પોતાના વાહનોને સરળતાપૂર્વક રોડ પર ચલાવી શકશે.

ખાસ કરીને ભારત વ્હીકલ સીરિઝથી કેન્દ્ર સરકારના કર્મચારી, આર્મી તેમજ અન્ય બીજા લોકોને ફાયદો થશે જે નોકરી અને કામથી મોટા ભાગે એક રાજ્યથી બીજા રાજ્યમાં રહે છે. BH Vehicle Seriesના લાગૂ થવા પર આ લોકોને પોતાના વાહનો માટે વારંવાર રજીસ્ટ્રેશન નંબર નહીં લેવો પડે.

રજીસ્ટ્રેશનનું ફોર્મેટ

BH રજીસ્ટ્રેશનનું ફોર્મેટ YY BH 5529 XX YY રાખવામાં આવ્યું છે. જેમાં પહેલા રજીસ્ટ્રેશનનું વર્ષ BH – ભારત સીરિઝ કોડ 4- 0000થી 9999 XX આલ્ફાબેટ્સ (AA to ZZ સુધી) રહેશે.

BH સીરિઝ અંતર્ગત મોટર વ્હિકલ ટેક્સ 2 વર્ષ અથવા 4, 6,8 વર્ષ… આ હિસાબથી લગાવવામાં આવશે. આ યોજના નવા રાજ્યમાં સ્થળાંતરિત થવા પર ખાનગી વાહનોની મુક્ત અવરજવરની સુવિધા પ્રદાન કરશે. 14 વર્ષ બાદ મોટર વ્હિકલ ટેક્સ વાર્ષિક રુપથી લગાવવામાં આવશે જે તે વાહનો માટે પહેલા વસૂલ કરવામાં આવેલી રકમથી અડધો રહેશે તેવી જાણકારી છે.