Site icon Revoi.in

હવે ડિજીટલી પેન્શન મળશે, સરકારે યુનિક ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી લોંચ કરી

Social Share

નવી દિલ્હી: હવે દસ્તાવેજો નહીં પરંતુ માત્ર ચહેરો બતાવવાથી પણ પેન્શનર્સને પેન્શન મળી જશે. હકીકતમા, કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે યુનિક ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી લોન્ચ કરી છે. તે પેન્શનરો માટે જીવન પ્રમાણપત્રના પુરાવા તરીકે કામ કરશે. નિવૃત્ત તેમજ વૃદ્વિ નાગરિકો માટે સરળતા પણ સુનિશ્વિત કરશે.

ડિજટલ રીતે પ્રમાણપત્રો જારી કરવાની સુવિધા કર્મચારી, જાહેર ફરિયાદ તેમજ પેન્શન મંત્રાલયે પહેલાથી જ શરૂ કરી છે. સિંહે ઉમેર્યુ હતું કે, કેન્દ્ર સરકાર પેન્શનરોની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છે અને તેમના માટે સરળ જીવન સુનિશ્વિત કરે છે. વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ, સરકારે પેન્શનરો માટે ડિજીટલ જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનો તથા તેનો અમલ કરવાનો નિર્ણય લીધો હતો.

જીવન પ્રમાણપત્રો આપવા માટે ચહેરાની ઓળખની ટેક્નોલોજી કામ કરશે. તેનાથી 68 લાખ કેન્દ્ર સરકારના પેન્શનર્સના જીવનને સ્પર્શવા ઉપરાંત EPFO તેમજ રાજ્ય સરકારને પણ સહાયરૂપ બનશે.

આ ટેક્નોલોજી વિકસાવવા અને પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DoPPW)ની આવી પહેલને શક્ય બનાવવા માટે મંત્રીએ ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયની સાથે UIDAI (ભારતની અનન્ય ઓળખ પ્રાધિકરણ)નો પણ આભાર માન્યો છે.

પીએમ મોદીના નેતૃત્વ હેઠળની સરકારે હરહંમેશ નિવૃત્ત લોકો તેમજ પેન્શનરો સહિત સમાજના તમામ વર્ગો માટે જીવનની સરળતા લાવવાનો પ્રયાસ કર્યો છે.