Site icon Revoi.in

દેશના આ મંદિરમાં હવે ટૂંકા કપડા પહેરીને આવનારને નો એન્ટ્રી, શ્રાઇન બોર્ડનો નિર્ણય

Social Share

નવી દિલ્હી: દેશના ઐતિહાસિક એવા માતા મનસા દેવીના મંદિરને લઇને એક નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં હવે ટૂંકા કપડા પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારા લોકોને હવે મંદિરમાં પ્રવેશબંધી રહેશે. અનેક શ્રદ્વાળુઓ દ્વારા મળતી ફરિયાદો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું મંદિર બોર્ડના સચિવ શારદા પ્રજાપતિએ કહ્યું છે.

સંસ્કૃતિના પાલન તેમજ ધર્મની મર્યાદા જળવાય રહે તે હેતુસર હવે ટૂંકા કપડા, જીન્સ પહેરીને આવનારાઓને મંદિરમાં પ્રવેશ નહીં અપાય. જે લોકો એવું વિચારે છે કે, ટૂંકા કપડા પહેરવાથી કોઇ ફરક ના પડે, પરંતુ જે બીજા લોકો આવે છે તેમને ટૂંકા કપડા પહેરેલા લોકોને જોઇને ખૂબ જ આપત્તિ અનુભવાય છે. મંદિરમાં મર્યાદાનું પાલન થવું જોઇએ તેવી અનેક લોકોએ રજુઆત કરી હતી. તેમણે યુવાનોને શોર્ટ્સ પહેરીને ના આવવા માટે વિનંતી કરી હતી.

મહત્વનું છે કે, મનસા દેવીનો ઇતિહાસ પણ પ્રાચીન છે જેટલી અન્ય સિદ્વ શક્તિપીઠોનો છે. મનીમાજરાના રાજા ગોપાલસિંહે પોતાની મનોકામના પૂર્ણ થવા પર માતા મનસા દેવીના સિદ્વ શક્તિપીઠ પર મંદિરનું નિર્માણ કર્યું હતું.

Exit mobile version