Site icon Revoi.in

જાણો કોણ છે આ 106 વર્ષના વયોવૃદ્વ, જેના PM મોદીએ આશીર્વાદ લીધા

Social Share

ચેન્નાઇ: પીએમ મોદીએ પોતાના ફેસબૂક પેજ પર એક વયોવૃદ્વ મહિલાની તસવીર શેર કરી છે, જે હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ તસવીરમાં તેઓ આ મહિલાના આશીર્વાદ લઇ રહેલા નજરે પડે છે.

હાલમાં આ તસવીર ચર્ચામાં છે અને લોકોમાં એ વાતને લઇને ઉત્સુકતા છે કે, આ મહિલા કોણ છે જેના પીએમ મોદી પણ આશીર્વાદ લઇ રહ્યા છે. આ મહિલાનું નામ આર પપ્પામ્મલ છે. તેઓ 106 વર્ષના છે અને તામિલનાડુમાં ઓર્ગેનિક ફાર્મિંગ માટે તેઓ ચર્ચિત છે. એવું મનાય છે કે, તેઓ દેશના સૌથી વૃદ્વ ખેડૂત છે. જે હજી ખેતરમાં સક્રિય છે.

પીએમ મોદીએ ફેસબૂક પર તસવીર શેર કરતા લખ્યુ હતું કે, આજે કોઈમ્બતુરમાં અસાધારણ  પપ્પામ્મલજી સાથે મુલાકાત કરી હતી.કૃષિ ક્ષેત્રમાં તેમના યોગદાન માટે તેમને પદ્મ શ્રી એવોર્ડ અપાયો છે.

પપ્પામ્મલનો જન્મ 1914માં કોઈમ્બતુરમાં થયો હતો.નાની વયે પોતાના માતા પિતાને ગુમાવી દેનારા  પપ્પામ્મલનો ઉછેર તેમના દાદાદીએ કર્યો હતો.તેમણે પરિવારની એક દુકાન હતી તે સંભાળી હતી અને તેમાંથી થયેલી કમાણીથી 10 એકર જમીન ખરીદી હતી.

બહુ જલ્દી તેઓ ખેતી તરફ વળી ગયા હતા અને છેલ્લા સાત દાયકાથી તેમનુ ઓર્ગેનિક ફાર્મિંગ તામિલનાડુમાં પ્રેરણા સ્ત્રોત બની ચુક્યુ છે.આજે પણ તેઓ સાડા પાંચ વાગ્યે સવારે ઉઠીને 6 વાગ્યા સુધીમાં ખેતરમાં પહોંચી જાય છે.106 વર્ષે પણ  પપ્પામ્મલ ફિટ છે.

પપ્પામ્મલ આજે ણ ખેતરમાં કામ કરે છે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈને ઓર્ગેનિક ફાર્મિંગને પ્રમોટ પણ કરે છે.માત્ર ખેતી જ નહી પણ અગાઉ શરુ કરેલા પ્રોવિઝન સ્ટોરને પણ તેમણે સાચવી રાખ્યો છે.સાથે સાથે ખાવા પીવાની એક દુકાન પણ તેઓ ચલાવે છે.

પપ્પામ્મલ એમ કરુણાનિધિની પ્રશંસક છે અને તેમની પાર્ટી ડીએમકે સાથે પણ જોડાયેલી છે.

(સંકેત)