Site icon Revoi.in

પીએમ મોદીને હવે ભૂટાનના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરાશે

Social Share

નવી દિલ્હી: પીએમ મોદી દેશ ઉપરાંત વિદેશમાં પણ તેના કામ માટે મશહૂર છે. અનેક દેશો દ્વારા તેમનું અનેકવાર સન્માન કરવામાં આવતું હોય છે અને હે ભૂટાન સરકાર પણ પીએમ મોદીને ભૂટાનના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. પીએમ મોદીને ભૂટાનના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નાગદાગ પેલજી ખોર્લોથી સન્માનિત કરાશે. ભૂટાનના પીએમ લોટે શેરિંગે આ જાણકારી આપી હતી.

ભૂટાનના પીએમ લોટે શેરિંગે ભારતની મિત્રતાની સરાહના કરી હતી અને કહ્યું હતું કે, કોવિડના રોગચાળા દરમિયાન ભારતે ખૂબ જ મદદ કરી છે અને બિનશરતી મિત્રતા નિભાવી છે. હું પીએમ મોદીને એક આધ્યાત્મિક વ્યક્તિ તરીકે જોઉં છું.

ભારત અને ભૂટાન વચ્ચે હરહંમેશ મહત્વપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો જોવા મળ્યા છે. ભારત ભૂટાનનું સૌથી મોટું વેપાર અને વિકાસ ભાગીદાર બનવાનું ચાલુ રાખે છે અને તેણે દેશના ઘણા વિકાસ પ્રોજેક્ટ્સને સમર્થન આપ્યું છે. આમાંથી 1020 મેગાવોટ તાલા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ, પારો એરપોર્ટ અને ભૂટાન બ્રોડકાસ્ટિંગ સ્ટેશન વગેરે અગ્રણી છે.

ભૂટાનના પીએમ કાર્યાલયે જાણકારી આપી છે કે, ભૂટાને વડાપ્રધાન મોદીને તેમની બિનશરતી મિત્રતા, ભૂટાન માટે તેમના સમર્થન અને ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન મદદ કરવા બદલ તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. આગળ લખ્યું છે કે, ભૂટાનના પ્રત્યેક નાગરિક તેને આ માટે અભિનંદન પાઠવે છે.