Site icon Revoi.in

મોંઘવારી મુદ્દે પ્રિયંકા ગાંધીએ સરકાર પર કર્યો શાબ્દિક પ્રહાર, જાણો શું કહ્યું?

Social Share

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવ અને મોંઘવારી પર કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ નિશાન સાધ્યું હતું.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટર મારફતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, વચન એવું હતું કે હવાઇ ચપ્પલવાળા લોકો વિમાનમાં મુસાફરી કરશે, પરંતુ ભાજપ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ એટલા વધાર્યા કે હવાઇ ચપ્પલ અને મધ્યમ વર્ગ માટે રસ્તા પર પણ મુસાફરી કરવી હવે અઘરુ થઇ ચૂક્યું છે.

પ્રિયંકા ગાંધીએ પોતાની ટ્વિટ કરતા દરમિયાન વિમાનમાં ઇંધણ કરતાં પેટ્રોલ 30 ટકા મોંઘુ થયું હોવાના એક મીડિયા રિપોર્ટને પણ ટાંક્યો હતો. તે ઉપરાંત ટ્વીટમાં ‘भाजपा लाई महंगे दिन’ હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે.

અગાઉ પણ પ્રિયંકા ગાંધીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં તેજીને લઇને સરકારને ઘેરી હતી. પ્રિયંકા ગાંધીએ સરકારને ઘેરીને લખ્યું હતું કે, દૈનિક ઉછાળા સાથે ડીઝલની કિંમત પણ 100 રૂપિયાને પાર કરી દીધી છે. ભાજપના શાસનમાં કામદારો અને ખેડૂતો વધતા ભાવોથી બોજામાં છે.