Site icon Revoi.in

નવા વર્ષમાં ફરવાનું પ્લાનિંગ છે? તો પહેલા વાંચી લેજો આ રજાઓની યાદી, આવી રહી છે આટલી રજાઓ

Social Share

નવી દિલ્હી: વિશ્વ ટૂંક સમયમાં નવા વર્ષ 2022ને આવકાર આપવા માટે થનગનાટ અનુભવી રહ્યું છે અને હર્ષોલ્લાસ સાથે નવા વર્ષની પ્રતિક્ષા કરી રહ્યું છે ત્યારે લોકો નવા વર્ષે ફરવા જવાનું પણ પ્લાનિંગ કરી રહ્યા હોય તો પહેલા રજાઓની આ સૂચિ વાંચી લેજો. આ લિસ્ટ વાંચીને તમે ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો.

વર્ષ 2022માં રજાઓની વાત કરીએ કેન્દ્રીય કર્મચારીઓને કુલ 14 રજાઓ મળશે. જેમાં સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિવસ, ગાંધી જયંતિ, ક્રિસમસ ડે, હોળી અને દિવાળી જેવી રજાઓ સામેલ છે. વૈકલ્પિક 14 રજાઓની યાદીમાં ત્રણ રજાઓ પસંદ કરવાનો વિકલ્પ પણ હશે.

માર્ચ મહિના દરમિયાન જો તમે લોંગ વીકએન્ડ માટે આયોજન કરી રહ્યા હોય તો તે શક્ય થઇ શકશે. આવતા વર્ષે હોળી 18 માર્ચે છે. ત્યારબાદ આગામી બે દિવસ શનિવાર અને રવિવાર છે. આ પછી એપ્રિલમાં પણ આવી જ તક સર્જાઇ છે. 14 એપ્રિલે ડૉ. આંબેડકરની જન્મજયંતિ, બૈસાખી અને મહાવીર જયંતિ છે. પછી 15મી એપ્રિલે ગુડ ફ્રાઇડે છે. આ પછી બે દિવસ શનિવાર અને રવિવાર છે.

30મી એપ્રિલના રોજ શનિવાર છે અને 1લી મે રવિવાર છે ત્યારબાદ 3જી મેના રોજ ઇદનો તહેવાર આવી રહ્યો છે. જો તમે ઓફિસમાં 2મેની રજા મૂકી દેશો તો તમને 30મી એપ્રિલથી 3 મે સુધી રજાઓનો આનંદ માણવાનો લ્હાવો મળશે. આ એક પ્રકારનું મિની વેકેશન થઇ જશે.

અત્રે જણાવવાનું કે,  ઓગસ્ટ 2022ની વાત કરવામાં આવે તો 8મી મોહરમ રજા છે. આ પહેલા 6 અને 7 મે શનિવાર-રવિવાર છે. ત્યારબાદ 11મી ઓગસ્ટે રક્ષાબંધન છે. સ્વતંત્રતા દિવસ સોમવારે આવશે અને પછી પારસી નવું વર્ષ 16મી ઓગસ્ટે આવશે. આ પછી 31મી ઓગસ્ટે ગણેશ ચતુર્થી છે.

જો તમે સપ્ટેમ્બર મહિનામાં ગુરુવાર અને શુક્રવારે રજા લો છો તો 2-3 સપ્ટેમ્બરે તમે વીકએન્ડની મજા માણી શકો છો. ત્યારબાદ 8મી સપ્ટેમ્બરે ઓણમનો તહેવાર છે. જો તમે 9મી સપ્ટેમ્બરે રજા લો છો તો 10મી અને 11મી સપ્ટેમ્બરે તમે વીકએન્ડ માણી શકો છો.