Site icon Revoi.in

રાજ કુંદ્રાની મુશ્કેલી વધી, કોર્ટે 27 જુલાઇ સુધી વધારી કસ્ટડી

Social Share

મુંબઇ: પોર્નોગ્રાફી કેસ મામલે રાજ કુંદ્રાની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લઇ રહી. હવે કોર્ટે રાજની કસ્ટડીને 27 જુલાઇ સુધી લંબાવી છે. મુંબઇ પોલીસે કોર્ટમાં એમ પણ કહ્યું હતું કે, તેમને શંકા છે કે પોર્નોગ્રાફી દ્વારા કમાયેલા પૈસાનો ઉપયોગ ઑનલાઇન સટ્ટાબાજી માટે કરવામાં આવ્યો હતો. આ માટે રાજ કુંદ્રાના યસ બેંક ખાતા અને યુનાઇટેડ બેંક ખાતાની તપાસ આવશ્યક છે.

આપને જણાવી દઇએ કે પોર્નોગ્રાફી કેસ મામલે રાજ કુંદ્રાની સોમવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તેને મંગળવારે 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ અપાયો હતો. રાજ કુંદ્રાની સાથે તેના સાથી રાયન થોર્પને પણ પોલીસ કસ્ટડીમાં મોકલાયો હતો.

રાજના ઘરે ક્રાઇમ બ્રાંચે પાડેલા દરોડા દરમિયાન સર્વર અને 90 વીડિયો મળી આવ્યા હતા જે હોટશોટ એપ માટે બનાવવામાં આવ્યા હતા. રાજને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, તેઓ અન્ય OTT પ્લેટફોર્મની જેમ જ બોલ્ડ કન્ટેન્ટ બનાવતા હતા, પરંતુ આ બધુ એડલ્ટ વીડિયો વિશે કરવામાં આવ્યું નથી.

રાજ પર આ અશ્લીલ કન્ટેન્ટ બનાવવા માટે જ નહીં, પણ તેમને કામ કરાવવાના બહાને લોકો એડલ્ટ વિડીયો બનાવવાનો પણ આરોપ છે.

રાજની ધરપકડ બાદ ખબર પડી કે તે પણ પોતાના કામને લઈને ભવિષ્યની યોજના ઉપર પણ કામ કરી રહ્યો છે. રાજ એડલ્ટ કન્ટેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ કરવાની યોજનામાં હતું અને તે આ કામને બોલિવૂડ જેટલું મોટું બનાવવા માગતો હતો. આ બધી બાબતો સામે આવ્યા બાદ બધા ચોંકી ઉઠ્યા છે.