Site icon Revoi.in

સાંચી યુનિવર્સિટી-ભારત શોધ સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન

Social Share

અમદાવાદ: સમગ્ર દેશની સાથોસાથ મધ્યપ્રદેશની સરકાર પણ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે ત્યારે મધ્યપ્રદેશના સાંચીમાં સ્થિત સાંચી યુનિવર્સિટી ઑફ બુદ્વિસ્ટ- ઇન્ડિક સ્ટડીઝમાં પ્રત્યેક સપ્તાહ દરમિયાન આઝાદીના અમૃત મહોત્સવના આયોજન અંતર્ગત વ્યાખ્યાનોનું આયોજન થઇ રહ્યું છે.

આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ શ્રેણી અંતર્ગત સાંચી યુનિવર્સિટી ઑફ બુદ્વિસ્ટ- ઇન્ડિક સ્ટડીઝ તેમજ ભારત શોધ સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય વેબિનારનો મુખ્ય વિષય “ભારતીય જીવનશૈલી તેમજ આરોગ્ય” રહેશે.

આ આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન આગામી બુધવારના રોજ એટલે કે તારીખ. 9, જૂન, 2021ના રોજ સવારે 11.00 કલાકે કરવામાં આવ્યું છે. આ વેબિનારના મુખ્ય વક્તા તરીકે મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી યુનિવર્સિટી (વર્ધા)ના પૂર્વ કુલપતિ પ્રોફેસર ગિરીશ્વર મિશ્ર ઑનલાઇન ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત આ વિષય પર લેખક તેમજ વિચારક તુલસી ટાવરી પણ ચર્ચા કરશે. વેબિનારમાં મુખ્ય અતિથિ તરીકે મધ્યપ્રદેશના સંસ્કૃતિ મંત્રાલયના મુખ્ય સચિવ શિવ શેખર શુક્લા ઉપસ્થિત રહેશે.

આ ઑનલાઇન આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન સાંચી યુનિવર્સિટી ઑફ બુદ્વિસ્ટ- ઇન્ડિક સ્ટડીઝના કુલપતિ પ્રોફેસર નીરજા ગુપ્તા, સાંચી યુનિવર્સિટીના કુલસચિવ અદિતિ કુમાર ત્રિપાઠી અને સાંચી યુનિવર્સિટીના અંગ્રેજી ભાષા વિભાગના અધ્યક્ષ ડૉ. નવીન કુમાર મહેતા દ્વારા કરવામાં આવ્યું છે. સાંચી યુનિવર્સિટીના વૈકલ્પિક શિક્ષા વિભાગના અધ્યક્ષ ડૉ. પ્રભાકર પાંડે કાર્યક્રમના સંયોજક છે.

તમે નીચે આપેલી લિંકથી કાર્યક્રમમાં ભાગ લઇ શકો છો.

ગૂગલ મીટ – meet.google.com/niz-rhfe-hfm