Site icon Revoi.in

સુપ્રીમના કોલેજિયમની મંજૂરી મળતા દેશના પ્રથમ સમલૈંગિક જજ હશે સૌરભ કૃપાલ

Social Share

નવી દિલ્હી: હવે દેશના સર્વોચ્ચ ન્યાયાલયને દેશના પ્રથમ સમલૈંગિક જજ મળ્યા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ વી રમનાની અધ્યક્ષતા હેઠળના સુપ્રીમ કોર્ટના કોલેજીયમે સૌરભ કૃપાલને દિલ્હી હાઇકોર્ટના જજ નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

કૃપાલને 13 ઑક્ટોબર, 2017ના રોજ તત્કાલિન કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ ગીતા મિત્તલના નેતૃત્વમાં દિલ્હી હાઇકોર્ટના કોલેજિયમ દ્વારા પ્રમોટ કરવાની ભલામણ કરાઇ હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. જો કે ત્યારે કેન્દ્રની સરકારે કૃપાલની કથિત યૌન અભિરૂચિનો હવાલો આપતા તેમની ભલામણ વિરુદ્વ આપત્તિ જતાવી હતી.

અગાઉ પણ કૃપાલની નિયુક્તિને લઇને અનેક આપત્તિઓ સામે આવી હતી. અગાઉ જ્યારે હાઇકોર્ટના જજ બનાવવાની ભલામણ કરાઇ હતી ત્યારે કેન્દ્ર સરકારે તેમના સાથી અને સ્વિટ્ઝરલેન્ડના માનવાધિકાર કાર્યકર્તા નિકોલસ જર્મન સાથે તેમની નીકટતાને લઇને આપત્તિ જતાવી હતી.

મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટના આ કોલેજિયમમાં ચીફ જસ્ટિસ એનવી રમના ઉપરાંત જસ્ટિસ યુ યુ લલિત અને જસ્ટિસ એ એમ ખાનવિલકર હાઇકોર્ટમાં ન્યાયાધીશોનું નિયુક્તિ અને બદલી સંબંધિત મામલાઓ પર ધ્યાન આપનારા ત્રણ સભ્યોની કોલેજિયમનો જ એક ભાગ છે.