Site icon Revoi.in

અગ્નિપથ યોજનાને લઈને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચૂપ્પી તોડી – કહ્યું શ્રેષ્ઠ ભવિષ્ય માટે પરિવર્તન જરુરી

Social Share

દિલ્હીઃ-  અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ સ્થિતિ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એવા અજીત ડોભાલે પોતાનું મૌન તોડ્યું છે અને તેમણે આ યોજનાને શ્રેષ્ઠ ભવિષઅયની યોજના ગણાવી છે અને તેને પાછી ન ખેંચવાનું પણ જણાવ્યું છે

પ્રાપ્ત જાણકારી મુજબ તેમણે અગ્નિપથ યોજનાને સમયની જરૂરિયાત ગણાવી છે. અજિત ડોભાલે અગ્નિપથ યોજના સહિત રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ પર પણ વાત કરી છે. તેમણે કહ્યું કે પર્યાવરણ બદલાઈ રહ્યું છે અને હવે પ્રાથમિકતા દેશને સુરક્ષિત કરવાની છે. તેમણે એમ પણ કહ્યું કે આ યોજના પાછી ખેંચવાનો કોઈ પ્રશ્ન જ નથી.

ડોભાલે કહ્યું કે અમે ગઈકાલે જે કંઈ કરતા હતા, જો ભવિષ્યમાં પણ એ જ કરતા રહીશું તો સુરક્ષિત રહીશું, તે જરૂરી નથી. તેથી આપણે આવતીકાલની તૈયારી કરવી પડશે અને તેના માટે આપણે બદલાવ લાવવો પડશે. તેમણે વધુમાં કહ્યું કે અગ્નિપથ યોજના જરૂરી છે 

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અગ્નિપથ યોજના પર એક મીડિયા સાથે ખુલીને વાત કરી હતી સાથે વાત કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રાથમિકતા દેશની સુરક્ષા છે. તેમણે વધુમાં કહ્યું કે તમામ યુદ્ધો મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા છે. અમે સંપર્ક વિનાના યુદ્ધો તરફ આગળ વધી રહ્યા છીએ અને અદ્રશ્ય દુશ્મન સામે પણ યુદ્ધ કરવા જઈ રહ્યા છીએ. ટેકનોલોજી ઝડપથી આગળ વધી રહી છે.

વધુમાં એક સવાનના જવાબમાં અજીત ડોભાલે કહ્યું કે આ યોજનાને રોલબેક કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા આર્મી વિભાગના એડિશનલ સેક્રેટરી લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ પણ અગ્નિપથ પ્લાનને પાછો ખેંચવાનો ઈન્કાર કરી દીધો હતો.