Site icon Revoi.in

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આવતા અઠવાડિયે તાઝિકિસ્તાનમાં યોજાનારી SCO સમિટમાં ભાગ લેશે

Social Share

દિલ્હીઃ- ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આવતા અઠવાડિયે તાઝિકિસ્તાનની મુલાકાતે દુશાંબેમાં યોજાનારી  શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં ભાગ લેવા રવાના થશે.આ  બેઠક 23 અને 24 જૂને યોજાનાર છે. આ બેઠકમાં પાકિસ્તાની એનએસએ મોઇદ યુસુફ પણ ભાગ લેશે. જો કે, હજી સુધી કોઈ પુષ્ટિ મળી નથી કે ભારત અને પાકિસ્તાનના એનએસએ વચ્ચેની આ બેઠક દ્વિપક્ષીય હશે કે જૂથ સાથે થશે.

વર્ષ 2021 માં તાજિકિસ્તાન આ જૂથના અધ્યક્ષ સ્થાને છે. તે જ સમયે, તાજિકિસ્તાને વર્ષ 2020 ના નવેમ્બરમાં એસસીઓ સ્ટેટ કાઉન્સિલના વડાઓની બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. એસસીઓમાં ખાસ કરીને 8 સભ્ય દેશો સામેલ છે.જેમાં રશિયા, ચીન, ભારત, પાકિસ્તાન અને મધ્ય એશિયાના ચાર દેશો કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.

ભારત અને પાકિસ્તાન વર્ષ 2017 માં સંપૂર્ણ સભ્યો તરીકે આ જૂથમાં સત્તાવાર રીતે જોડાયા હતા અને નવેમ્બર 2020 માં, ભારતે શાંઘાઈ સહકાર સંસ્થાના વડાઓની સરકારી બેઠકની યજમાની પણ કરી હતી, જેની અધ્યક્ષતા ભારતીય ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કરી હતી.

Exit mobile version