Site icon Revoi.in

લોકો કોવિડ પ્રોટોકોલનું કરી રહ્યાં છે ઉલ્લંઘન, ફરીથી લાગૂ થઇ શકે છે પ્રતિબંધો: સ્વાસ્થ્ય મંત્રાલય

Social Share

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરની અસર જ્યાં ઓછી થઇ છે ત્યાં ફરીથી લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં ઢીલ બતાવી રહ્યા છે અને સરકારે આ અંગે ફરી ચેતવ્યા છે. સરકારે કહ્યું કે, લોકો કોઇપણ પ્રકારની સાવચેતી વગર ફરવા નીકળી પડ્યા છે. તે યોગ્ય નથી. તે ન તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યાં છે અને માસ્ક પણ નથી લગાવી રહ્યાં. બજારોમાં ફરીથી ભીડ જોવા મળી રહી છે. આ ખૂબ ખતરનાક છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે મનાલી, મસૂરી, સદર બજાર (દિલ્હી), શિમલા, લક્ષ્મી નગર, દાદર માર્કેટની તસવીરો દેખાડી છે. જ્યાં બજારોમાં ભીડ જોવા મળી રહી છે.

તેમણે કહ્યું કે, કોરોનાની બીજી લહેર ધીમી પડી છે, પરંતુ હજુ લોકોએ કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવાનું છે. હિલ સ્ટેશનોની યાત્રા કરનારા લોકો બેદરકારી દાખવી રહ્યાં છે. તે કોવિડ એપ્રોપિએટ બિહેવિયર (કોરોનાનો યોગ્ય વ્યવહાર) નું પાલન કરી રહ્યાં નથી. જો પ્રોટોકોલનું પાલન કરવામાં નહીં આવે તો પ્રતિબંધોમાં આપેલી છૂટ ફરી રદ્દ થઈ શકે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે, લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. કોરોના ખતમ થયો નથી. દેશ જોઈ ચુક્યો છે કે કઈ રીતે વાયરસ ફેલાય છે. જો બેદરકારી રાખી તો મળેલી સફળતા પર પાણી ફરી જશે.

દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. પોઝિટિવિટી રેટ પણ ઘટી રહ્યો છે. દેશમાં છેલ્લા 9 દિવસથી સતત 50 હજારથી ઓછા કેસ સામે આવી રહ્યાં છે.

Exit mobile version