Site icon Revoi.in

યુપી વિધાનસભા ચૂંટણી 2022: પ્રિયંકા ગાંધીએ 100 ઉમેદવારોના નામ પર મહોર લગાવી, 60 મહિલાઓને તક

Social Share

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષોએ હવે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી છે. આ જ દિશામાં હવે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ ચૂંટણી માટે મહિલા મેનિફેસ્ટો બહાર પાડ્યો. મેનિફેસ્ટોમાં મહિલાઓને અનામત આપવાનું વચન અપાયું હતું. વર્ષ 2022ની ચૂંટણી માટે કોંગ્રેસે તેના 100 ઉમેદવારોની પ્રથમ યાદી નક્કી કરી છે અને તેમાં 60 મહિલાઓ છે.

પ્રિયંકા ગાંધીએ ઉમેર્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડવા માટે મોટા પાયે મહિલાઓએ અરજી કરી છે. પક્ષ દ્વારા ટિકિટ વહેંચણીને લઇને તૈયારી થઇ રહી છે. રાજ્યમાં 100 ટિકિટ પર અંતિમ મહોર લાગી ગઇ છે. તેમાંથી અમે 60 મહિલાઓને પણ ટિકિટની વહેંચણી કરી રહ્યા છે. અમે ટૂંક સમયમાં યાદી બહાર પાડીશું.

કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદીમાં 60 ટકા મહિલનાઓ નામ ફાઇનલ કર્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સંસદ અને વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 14 ટકા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી યુપીમાં 40 ટકા મહિલાઓને ટિકિટ આપશે. અમે ઇચ્છીએ છીએ કે ભવિષ્યમાં તે 50 ટકા થાય.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આ મેનિફેસ્ટો ઉત્તર પ્રદેશની મહિલાઓની આશાઓ અને આકાંક્ષાઓની સામૂહિક અભિવ્યક્તિ છે જેઓ વર્તમાન સરકારમાં અભૂતપૂર્વ હિંસા, શોષણ અને સરકારની મહિલા વિરોધી વિચારધારાનો સામનો કરી રહી છે. મહિલાઓ હવે અન્યાય સહન કરવા તૈયાર નથી. એટલા માટે અમે મહિલા મેનિફેસ્ટો બનાવ્યો છે.