Site icon Revoi.in

રાહુલ અને પ્રિયંકા ગાંધીને લખીમપુર જવાની મળી છૂટ, પીડિત ખેડૂત પરિવારોને મળશે

Social Share

નવી દિલ્હી: લખીમપુર હિંસા બાબતે વિપક્ષે હોબાળો મચાવ્યો છે અને આખરે લાંબા હોબાળા બાદ યુપીની યોગી સરકારે રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત પાંચ કોંગ્રેસી નેતાઓએ લખીમપુર ખરી જવા માટે મંજૂરી આપી છે. કોંગ્રેસ નેતા લખીમપુર ખીરી હિંસા પીડિતના બે પરિવારોને મળી શકશે. રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે ભૂપેન્દ્ર બઘેલ, ચરણજીત સિંહ અને અન્ય એક નેતા લખીમીપુર ખીરી જશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, યુપી સરકારના ગૃહ વિભાગના નિર્ણય બાદ રાજ્ય સરકારે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય ત્રણને મંજૂરી આપી છે. રાહુલ ગાંધી લખનૌ જવા માટે રવાના થઇ ગયા છે. લખનૌથી તેઓ સીતાપુર જશે. અહીં બને પ્રિયંકાની અટકાયત કરવામાં આવી છે. અહીંથી તેઓ બંને લખીમપુર ખીરી જઇને પીડિત પરિવારનો મળશે.

અગાઉ રાહુલ ગાંધીએ લખીમપુર હિંસા બાબતે પીએમ મોદી પર નિશાન તાક્યું હતું. રાહુલે કહ્યું હતું કે, તેઓ આજે હિન્દુસ્તાનમાં તાનાશાહી છે. મંગળવારે પીએમ મોદી લખનૌમાં હતા અને લખીપુર ના જઇ શક્યા. ખેડૂતો પર આક્રમણ થઇ રહ્યું છે, તેમને ભાજપની જીપે કચડી માર્યા છે.

નોંધનીય છે કે, લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં 9 લોકોના મોત નિપજ્યા હતા અને ત્યારબાદ વિરોધ પક્ષના મોટા નેતા લખીમપુર ખીરી જવા રવાના થયા હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીની સીતાપુરમાં અટકાયત કરાઇ હતી. તેમને પીએસીના ગેસ્ટ હાઉસમાં રખાયા છે.

Exit mobile version