Site icon Revoi.in

જાણો વિક્રમ મિસરી વિશે, જે હવે ભારતના ડેપ્યુટી NSA તરીકેનો કાર્યભાર કરશે ગ્રહણ

Social Share

નવી દિલ્હી: ભારતના નવા ઉપ રાષ્ટ્રીય સલાહકાર તરીકે વિક્રમ મિસરીની વરણી કરવામાં આવી છે. તેઓ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદના નિષ્ણાંત છે. વિક્રમ મિસરી 1989 બેચના IFS અધિકારી છે અને 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થતાં પંકજ સરનનું સ્થાન લેશે. ડેપ્યુટી NSA બન્યા બાદ વિક્રમ મિસરી NSA અજીત ડોભાલને રિપોર્ટિંગ કરશે. આપને જણાવી દઇએ કે વિક્રમ મિસરી ચીનમાં ભારતના એમ્બેસેડરની જવાબદારી પૂર્ણ કરીને ગત સપ્તાહે જ દિલ્હી પરત ફર્યા હતા.

મહત્વનું છે કે, વિક્રમ મિસરી 1 જાન્યુઆરીથી પોતાનો કાર્યભાર ગ્રહણ કરશે. વર્ષ 1964ના 7 નવેમ્બરના રોજ જમ્મૂ કાશ્મીરમાં જન્મેસાલ વિક્રમ મિસરી વડાપ્રધાન કાર્યાલયમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારમાં વિદેશ મંત્રાલયથી લઇને અંડર સેક્રેટરી તેમજ ડિરેક્ટર સુધીના પદ પણ સંભાળી ચૂક્યા છે. તેઓએ 3 વડાપ્રધાનોના અંગત સચિવ તરીકે પણ કામગીરી નિભાવી છે.

વિક્રમ મિસરી ખાસ કરીને ચીનના મુદ્દાઓના તજજ્ઞ અને નિષ્ણાત માનવામાં આવે છે. વર્ષ 2018માં તેઓને ચીનમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન મમાલપુરમાં પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત કરાવવામાં પણ તેઓ અગત્યનો ફાળો હતો. વર્ષ 2017ના ડોકલામ વિવાદ બાદ ભારત અને ચીન વચ્ચે તણાવ ઓછો કરવા માટે મિસરીએ આગામી ત્રણ વર્ષો સુધી અનેક મહત્વની જવાબદારીઓની કમાન સંભાળી હતી.

અત્રે જણાવવાનું કે, મિસરીએ ગત વર્ષે એપ્રિલમાં ચીન દ્વારા લદ્દાખના પેંગોગ સા પર અતિક્રમણના પ્રયાસો કરાયા હતા ત્યારે બંને દેશોની સેના વચ્ચે વાટાઘાટો કરાવવામાં અગત્યની ભૂમિકા નિભાવી હતી.